Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જામનગરમાં ખેડૂતોના કાયદા વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : ટ્રાફિકજામ, સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

જામનગર : જામનગરમાં કોંગ્રેસ દ્વારા કિસાનો માટેના કેન્દ્ર સરકારના નવા કાયદાના વિરોધમાં લીમડા લાઈન ખાતેથી રેલી યોજી કલેકટર કચેરીએ કાયદો પરત ખેંચવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન કરવા કોંગ્રેસી અગ્રણીઓ લીમડા લાઈન કાર્યાલયેથી નિકળ્યા ત્યારે ટ્રાફિક જામ સર્જાયો હતો.અને સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડ્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:00 pm IST)
  • શેરબજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસ સૌ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ શેરબજારમાં તેજીનુ તોફાનઃ રીઝર્વ બેન્કના ફેંસલાઓ બાદ નિફટી રેકોર્ડ સ્તરેઃ સેન્સેકસ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ ઈન્ટ્રા ડેમાં પહેલીવાર આ સપાટી દર્શાવીઃ છેલ્લે સેન્સેકસ ૩૦૨ પોઈન્ટ વધીને ૪૪૯૩૫, નિફટી ૧૩૨૨૫: તમામ સેકટર ગ્રીન ઝોનમાં: બેન્ક નિફટી ૩૦૦૦૦ નજીક access_time 10:47 am IST

  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારની સંખ્યા 90 લાખને પાર પહોંચી : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 29,331 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,64,565 થઇ :એક્ટીવ કેસ 4, 14,924 થયા : વધુ 35,536 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90,07,247 રિકવર થયા :વધુ 416 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,102 થયો access_time 12:21 am IST

  • ઉત્તર પ્રદેશમાં ' લવ જેહાદ ' નો બીજો કેસ : શબાબ નામક મુસ્લિમ યુવકે રાહુલ નામ ધારણ કરી હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ : 1 ડિસેમ્બરના રોજ લગ્ન થવાના હતા : 30 નવેમ્બરથી યુવક યુવતી બંને ગૂમ : આ અગાઉ બરેલી જિલ્લામાં પ્રથમ કેસ બન્યો હતો : બંને કેસમાં પોલીસ તપાસ ચાલુ : જો ગુનો પુરવાર થાય તો 10 વર્ષની જેલસજા અને 50 હજાર રૂપિયા દંડ થઇ શકે access_time 1:46 pm IST