Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

પોરબંદરમાં કોરાનાના નવા પ કેસ : અન્ય પ દર્દીઓ સારવારમાં સાજા થયા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪ : જિલ્લામાં કોરોના પોઝીટીવના નવા પ કેસ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરાના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૭૯૬ પહોંચી છે.

કોરાનાના નવા પ કેસ લીમડા ચોક, વાઘેશ્વરી પ્લોટ, છાંયા તથા નવાપરા વિસ્તારમાંથી આવેલ છે. કોરાનાની સારવારમાં રહેલા પ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સીવિલ હોસ્પિટલમાં હાલ કોરાનાના ૧પ દર્દીઓ સારવારમાં છે. પોરબંદર જિલ્લા ખાતેથી કરેલ હોમ આઇસોલેશનમાં ૬ વ્યકિતઓ છે. ગઇકાલે કોરાનાના પ૦૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાનાના કુલ ૬પ૯૯૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(1:03 pm IST)