Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

પોરબંદરમાં ખેડૂત વિરોધ કાયદા સામે કોંગ્રેસનું હલ્લાબોલઃ કલેકટર કચેરીએ આવેદન

દિલ્હીમાં ચાલતા ખેડુત આંદોલનને ટેકો જાહેરઃ ખેડુત વિરોધી કાયદા સામે વિરોધ પ્રદર્શન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૪ : ભાજપના નવા ખેડુત વિરોધી કાયદા સામે જિલ્લા કોંગ્રેસના આગેવાનોને આજે સુદામા ચોકમાં વિરોધ પ્રદર્શન કરીને કલેકટર કચેરીએ જઇને હલ્લા બોલ કરીને કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડુત વિરોધી કાયદા પાછા ખેંચવા ઉગ્ર માંગણી કરી હતી.

સુદામા ચોકમાં જિલ્લામાં ખેડુતો ઉપસ્થિત રહીને ખેડુત વિરોધી કાયદાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ કલેકટર કચેરીએ જઇને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

દિલ્હીની અંદર બેઠેલા કિસાનો પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ, રાજસ્થાન તેમજ આજુબાજુના પ્રદેશોના ખેડુતો દ્વારા ભારત રસકારના ઉદ્યોગપતિના હિત માટે ખેડુત વિરોધી ૩ કાળા કાનુન વિરોધ કરવા તેમજ ૩ કાળા કાનુનો પાછા ખેંચવા માટે રાત દિવસ ઘરબાર છોડીને સડકો ઉપર ટાઢ તડકો જોયા વગર છેલ્લા ૭ દિવસથી આંદોલન કરી રહયા છે. ત્યારે તે ખેડુતોના સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાના આદેશથી જિલ્લે જિલ્લે જિલ્લા કોંગ્રેસ  સમિતિ દ્વારા આયોજિત દિલ્હીમાં બેઠેલા ખેડુતોના સમર્થનમાં જીલ્લાના ખેડુતોએ સુદામા ચોકમાં ઉપસ્થિત રહેવાની અપીલ કરેલ તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી નાથાભાઇ ભુરાભાઇ ઓડેદરાએ કરી હતી.

(1:05 pm IST)