Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જામનગર-હાપા યાર્ડ પાસે રેલ્વે ટ્રેક ઉપર અજાણ્યા વ્યકિતનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪ :.. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ નજીક રેલવે ટ્રેક પર અકસ્માતે એક અજાણ્યા વ્યકિતનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે ૧૦૮ ની ટૂકડીને જાણ થતાં જ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ અંગે રેલ્વે પોલીસને જાણ કરી હતી જેથી વધુ તપાસ રેલ્વે પોલીસ ચલાવી રહી છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:10 pm IST)