Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જામનગર જીઇબીના એક એકઝી ઇજનેર સામે હાલ એકધારી તપાસ ચાલુઃ ૧૦ વર્ષ પહેલા ડે.ઇજનેર હતા ત્યારે GIDC માં ૮૦ થી વધુ કનેકશનોમાં ગેરરીતી કરી'તી

જામનગર જીઇબી બેડામાં હલચલ મચી છેઃ ટોપ લેવલના અને સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બનેલા એક એકઝી.ઇજનેર સામે વીજીલન્સની એકધારી તપાસ ચાલુ એમ.ડી.શ્વેતા તેઓટીયાએ રાજકોટથી અધીકારીને જામનગર દોડાવ્યાઃ વીજ ખાતાના ટોચના અધીકારી સુત્રોના કહેવા મુજબ આ એકઝી.ઇજનેર ડે.ઇજનેર હતા જયારે ૧૦ વર્ષ પહેલા જામનગર GIDCમાં ૮૦ થી વધુ એચ.ટી.એલ.ટી.કનેકશનોમાં ગેરરીતી આચરી હતીઃ ૧પ દિવસમાં તપાસ પૂર્ણ થયા બાદ એમ.ડી.ને. રીપોર્ટ સોપાય તેવી શકયતા

(3:25 pm IST)