Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ગોંડલમાં ચૂંટણી નિયમોના ધજાગરા ઉડ્યાઃ ગોંડલમાં મતદાન મથકમાં બાળકના હાથે મતદાન કરાવતો વિડીયો વાયરલ થતા ખળભળાટ

ગોંડલ વિધાનસભા બેઠક પર EVMમાં ભાજપને મત આપતો વિડીયોથી વાયરલ થયો હતો

ગોંડલઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. હવે બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે રાજકોટના ગોંડલમાં ભાજપને મત આપતો વીડિયો વાયરલ થયો છે. ગોંડલ વિધાનસભા બેઠકના મતદાન બુથમાં નાના બાળકના હાથે મતદાન કરાયું છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોનું એક ન્યુઝ ચેનલ દ્વારા જાણવા મળેલ છે.

રાજકોટના ગોંડલમાં ભાજપને મત આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મતદાન બુથમાં નાના બાળકને હાથે મતદાન કરાય છે. ગોંડલ વિધાનસભા બેઠક પર EVMમાં ભાજપને મત આપતો વિડીયોથી ખળભળાટ મચી ગઈ છે. મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે, તે છતાં કેમ વિડીયો ઉતર્યો તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. નાના બાળકને હાથે મત નંખાવી નિયમનું ઉલ્લંઘન કર્યું.

મહત્વનું છે કે, ગોંડલમાં ચૂંટણી નિયમોના લીરેલીરા ઉડ્યા છે. ભાજપને મત આપતો વીડિયોથી ચારેબાજુ ચર્ચા જાગી છે. મતદાન બુથમાં બાળકના હાથે મતદાન કરાવાઈ રહ્યું છે. આજે સવારથી સોશિયલ મીડિયામાં EVMમાં મત આપતો વીડિયો વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગોંડલની બેઠક પર જયરાજસિંહ અને રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા વચ્ચે જીતનો જંગ છેડાયો હતો. રીબડાના અનિરૂદ્ધસિંહ અને ગોંડલના જયરાજસિંહ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો હતો. રીબડામાં અનિરૂદ્ધસિંહની પોલીસ સાથે માથાકુટ થઈ હતી. તેમણે પ્રિસાઈડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

(12:50 am IST)