Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

હળવદઃ વાડી વાવા માટે રાખેલ દંપતીને ભાગ નહીં આપવાના ઇરાદે લાકડાના ધોકા વડે હુમલો કરીને મારી નાખવાની ધમકી આપી

વાડીમાં પાક તૈયાર થઇ ગયો હતો અને ત્રીજા ભાગ આપવાનો હતો તે આપ્‍યો નહીઃ વાતના માલિક સહિત ર સામે પોલીસ ફરીયાદ

હળવદઃ ઢવાણામાં વાડી વાવવા માટે રાખનાર દંપતીને ભાગ ન આપવા માટે મારમાર્યો તથા  જાનથી મારી  નાખવાની ધમકી આપ્‍યાની વાડી માલીક સહિત ર સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

હળવદઃ હળવદના ઢવાણા ગામે ભાગીયે રાખેલ જમીનમાં જણસમાં ભાગ આપવો ના પડે જેથી મહિલા અને તેના પતિને જાતી પ્રત્યે અપમાનિત કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી દવાખાને જતા આરોપીએ રોકી પોલીસ ફરિયાદ કરવા પણ નાં જવા દીધા હોવાની ફરિયાદ નોંધાવી છે
મૂળ છોટા ઉદેપુર જીલ્લાના વતની અંગીબેન ફતેસિંહભાઈ નાયકા (ઉ.૫૫) એ આરોપી મુળજીભાઈ રજપૂત રહે- ઢવાણા ની બાવન વિધા ની ખેતી ફરિયાદી અંગીબેન નાયકા તથા તેના પતિ ફતેસિંહ એ ત્રીજા ભાગે રાખેલ જેમાં ફરિયાદી અંગીબેનએ કરેલ કપાસ તથા દિવેલાના પાક તૈયાર થઇ ગયેલ હોય જે પાકમાં ફરિયાદી અંગીબેનને ભાગ ના આપવો પડે તે માટે આરોપી મુળજીભાઈ રજપૂત આવી ફરિયાદી અંગીબેન અનુસુચિત જાતીના છે તેવી હકીકત જાણવા હોવા છતાં તેના પતિને બહાનું કાઢી ગમે તેમ જાતી પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી કોદાળી ના લાકડા ના હાથ વડે શરીરે માર મારી માથામાં ઈજા કરી અને ડાબા ખભાના પાછળના ભાગે ફેકચર કરી અને ફરિયાદીને બનાવની જાણ કોઈને કરશો તો તમને જીવતા દાટી દઈશું તેવી ધમકી આપી અને જે પછી હળવદ સરકારી દવાખાને ફરિયાદી અંગીબેન ઈજા પામનાર પતિ ફતેસિંહને ૧૦૮ માં સારવાર માટે લઇ ગયેલ અને ત્યાં સારવાર કરાવ્યા પછી ત્યાંથી પોલીસ સ્ટેશને ફરિયાદી કરવા માટે નહિ જવા દેવા સારું આરોપી મુળજી શેઠ નો સાળો રણજીતભાઈ ના એ આવી તેઓ પણ ફરિયાદી અંગીબેનને જાતી વિષે અપમાનિત કરી ગાળો બોલી દવાખાને રોકી રાખી પોલીસ ફરિયાદ કરવા જવા ન દઈ અને પોલીસ ફરિયાદ કરવા જશો તો તમોને અહિયાં જ જીવતા જવા દઈ એ નહિ તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે

(1:24 pm IST)