Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વાંકાનેરમાં જુગારધામ પર પોલીસ ત્રાટકી

ચોક્કસ બાતમી આધારે પીઆઇ.બી.પી. સોનારા ટીમ દ્વારા ૭ શખ્સો સામે કાર્યવાહી

 

રાજકોટ, તા. ૪ : વાંકાનેરમાં સિટી સ્ટેશન રોડ ખોજા ખાનામાં ચોક્કસ શખસો દ્વારા તીન પતી સહિત વિવિધ જુગાર રમાડવામાં આવી રહિયાની ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી ૭ શખસો ને ઝડપી લીધાનું પોલીસ સૂત્રો જણાવે છે.

મોરબી એસપી શ્રી.એસ.આર.ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈ સાથે ચર્ચા કરી તેમના સુપરવિઝન મા વાંકાનેર શહેર પીઆઇ બી.પી.સોનારા એ.એસ.આઈ. હીરાભાઈ મઠિયા પોલીસ સ્ટાફના કૃષ્ણ રાજ સિહ ઝાલા તથા સ્ટાફના શૈલેષભાઈ સોલંકી અને અજીતભાઈ સોલંકી વિગેરે દ્વારા કૃષ્ણ રાજ સિહ તથા અજિત કુમારને મળેલ ચોકકસ બાતમી આધારે કાર્યવાહી થયાનું પી.આઈ. બી.પી.સોનાર જણાવે છે.સ્થળ પરથી વિવિધ વસ્તુ સાથે કુલ ૨૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરાવી નીચે મુજબના આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી થયાનું પોલીસ જણાવે છે.

(૧) રફીકભાઈ અબુભાઈ કાફી જાતે આરબ (ઉ.૪૫ ધંધો મજૂરી, રહે. ખોજાખાના વાળી શેરી, વાંકાનેર, જી.મોરબી) (૨) ઈસ્માઈલભાઈ ઈબ્રાહીમભાઈ આમરોણીયા (સંઘી) (ઉ.વ.૪૨, ધંધો - મજૂરી, રહે. લક્ષ્મીપરા શેરી નં.૨, વાંકાનેર, જી. મોરબી) (૩) ઈમરાનભાઈ અલીભાઈ લાખા (ખાટકી) (ઉ.વ.૩૧) ધંધો - મજૂરી, રહે. લક્ષ્મીપરા શેરી નં.૨ વાંકાનેર, જી. મોરબી), (૪) આરીફભાઈ હનીફભાઈ બલોચ (મકરાણી) (ઉ.વ.૪૦) ધંધો - મજૂરી, રહે. લક્ષ્મીપરા શેરી નં.૩, વાંકાનેર, જી. મોરબી) (૫) મુકેશભાઈ ભોગીલાલ શાહ (જૈન વાણીયા (ઉ.વ.૫૫) ધંધો - નિવૃત, રહે. જીનપરા શેરી નં.૨, વાંકાનેર, જી. મોરબી, (૬) ગનીભાઈ મીમનજીભાઈ શેરસીયા (મોમીન) (ઉ.વ.૪૮) ધંધો - ખેતી (રહે. સીધાવદર તા. વાંકાનેર - જી. મોરબી), (૭) મુસ્તાકભાઈ ઈસ્માઈલભાઈ કાફી (આરબ) (ઉ.વ.૪૦) ધંધો - મજૂરી (રહે. ખોજાખાના વાળી શેરી, વાંકાનેર, જી. મોરબી).

(8:34 am IST)