Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા શ્રી દરબારી શેઠ સ્કોલરશીપની જાહેરાત કરાઇ

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૫: ટાટા ગ્રુપની ઓખામંડળ તાલુકામાં આવેલી ટાટા કેમિકલ્સ લીમીટેડ દ્વારા વિઝનરી લીડર શ્રી દરબારી શેઠની જન્મ શતાબ્દી ઉજવવા શ્રી દરબારી શેઠ સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કોલરશીપ રસાયણશાસ્ત્ર અને કેમિકલ એન્જીન્યરીંગ વિદ્યાર્થીઓને નાણાંકીય સહાય પ્રદાન કરશે. ટાટા કેમિકલ્સ વિજ્ઞાન થાકી સમાજની સેવા કરવા અને ગ્રાહકો માટે મુલ્ય પ્રદાન કરવા સતત ઇનોવેશનની ક્ષમતા ધરાવે છે.આ વિઝને મિડાસ ટચ ધરાવતી વ્યકિત તરીકે પ્રસિદ્ઘ શ્રી દરબારી એસ શેઠના નેતૃત્વમાં દાયકાઓ અગાઉ આકાર લીધો હતો. તેમની જન્મ શતાબ્દીની ઉજવણી કરવા ટાટા કેમિકલ્સે આજે ઉચ્ચ અભ્યાસ માટે વિધાર્થીઓને નાણાંકીય સહાય કરવા એક સ્કોલરશીપની જાહેરાત કરી હતી. સમાન તકો માટે વાતાવરણ ઉભું કરવા શ્રી દરબારી શેઠ સ્કોલરશીપ ઓખામંડળ ના રહેવાસી વિધાર્થીઓ, ટાટા કેમિકલ્સ ના કર્મચારીઓના સંતાનો અને કંપનીની ડાઈવર્સીટીની નીતિમાં ફોકસ સેગ્મેન્ટ સાથે સંબધિત વિદ્યાર્થીઓને મળશે. ડાઈવર્સીટીની નીતિમાં ફોકસ સેગ્મેન્ટમાં ચોક્કસ જાતી, વંચિત સમુદાયો અને દિવ્યાંગ વ્યકિતઓ સામેલ છે. આ ઉજવણીમાં ટાટા કેમિકલ્સ ના પૂર્વ કર્મચારીઓ એકમંચ પર આવ્યા હતા કે જેમાં મોહન વડગામા, ઈસ્માઈલ મોમીન, ગણપતિ એસ, ગોપાલ પ્રભુણે, હરીશ ભાટ, અનીલ વૈધ, વિવેક તલવાર અને લતા વાસન સામેલ હતા. તેમણે શ્રી દરબારી શેઠ ના માર્ગદર્શન હેઠળ કામ કરવાના તેમના અનુભવો જણાવ્યા હતા.

આ કાર્યક્રમ માં ટાટા કેમિકલ્સના ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટાટા કેમિકલ્સ ના એમ ડી અને સી ઈ ઓ શ્રી આર મુકુંદને મહાન લીડર સાથે કામ કરવાનો અનુભવ વહેંચ્યો હતો. તેમણે શેઠને ટેકનોકેત અને માનવીય સ્પર્શની ક્ષમતાને સમજનાર વ્યકિત ગણાવ્યા હતા. શ્રી મુકુંદને જણાવ્યું હતું કે તેમને શ્રી શેઠની કટિબદ્ઘતા અને ઉત્કૃષ્ટ નૈતિકતા દ્વારા કેવી રીતે પ્રેરણા મળી હતી. તેમણે જણાવ્યું હતું કે શ્રી શેઠ વિના મીઠાપુર અધૂરું છે. ટાટા કેમિકલ્સ લીમીટેડ મીઠાપુરના વાઈસ પ્રેસિડેન્ટ (મેન્યુફેકચરિંગ) શ્રી એન કામથે કહ્યું હતું કે શ્રી દરબારી શેઠે ટાટા કેમિકલ્સને ભવિષ્યલક્ષી કંપની, ટેકનોલોજી દ્વારા સંચાલિત કંપની અને યોગ્ય પ્રતિભા ધરાવતી કંપની તરીકે બનાવવાનું સપનું સેવ્યું હતું. શ્રી દરબારી શેઠ સ્કોલરશીપ એમના વારસાને આગળ વધારશે અને સમાજના તમામ વર્ગોને સમાન તક પ્રદાન કરશે. ટાટા કેમિકલ્સ ૮ દાયકાની સફરમાં ઉત્પાદનમાંથી વિજ્ઞાન અને ઇનોવેશન સંચાલિત કંપની બની ગઈ છે તથા ઇનોવેશન, ડીજીટલાઈઝેશન અને સસ્ટેઈનેબીલીટી દ્વારા મુલ્યોને આગળ વધારવાનું જાળવી રાખશે. સી ઈ ઓ તરીકે ગ્રુપના પ્રથમ આર એન્ડી મેનેજર દરબારી શેઠ અમેરિકાની સીનસીનાટી યુનિવર્સીટીમાંથી કેમિકલ ઇન્જિીનયર હતા. તેમણે જે આર ડી ટાટા સાથે કેટલાક વર્ષ કામ કર્યું હતું.તથા તેમના નીતિમત્ત્।ા અને ભવિષ્યલક્ષી વિઝાન માટે જાણીતા હતા. તેઓ ટાટા ગ્રુપની જે કંપનીઓ સાથે જોડાયેલા હતા એમાં પરિવર્તન નો પવન ફૂંકયો હતો અને તેમની વ્યાવસાયિક કુનેહના કારણે તમામ કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરની બની ગઈ છે. મીઠાપુરમાં સુકી જમીનને ગંગોત્રી માં પરિવર્તન કરનાર શ્રી દરબારીએ તેમના કરિશ્માઈ વ્યકિતત્વને બળે ઉજ્જવળ અને પર્યાવરણને અનુકુળ ભવિષ્ય માટે આગવો ચીલો ચાતરવા ટાટા કેમિકલ્સ ને પ્રેરિત કરી હતી.

(10:10 am IST)