Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ઓખા રાક્ષસી લાઇન ફીસીંગ બંધ કરવા અવેરનેશ કાર્યક્રમ યોજાયો

ઓખા : કોરોનાને કારણે ૨૦૨૦નુ વર્ષ માછીમારોને મોટો ફટકો પડયો હતો તેમાં આર્થિક સમસ્યા સાથે લાઇન ફીસીંગની સમસ્યાએ આ ઉદ્યોગને પાયમાલ કર્યો છે. જેમાં મોટા માથાના રાક્ષસી માછીમારો એક સાથે અનેક બોટો લાઇનબંધ રાખીને દરિયામાં જાળ નાખી મોટી માછલી સાથે માછલીના બચ્ચા અને દરિયાઇ જીવસૃષ્ટિનો નાશ કરે છે અને પોતાના એક વખતના લાભ માટે દરિયાથી ખેતીને મોટી નુકશાની પહોચાડે છે. આવી રાક્ષસી માછીમારોને રોકવા ઓખા બંદર ખાતે ધારાસભ્ય પબુભા માણેકના અધ્યક્ષસ્થાને લાઇન ફીસીંગ સદંતર બંધ કરવા એક અનોખો અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓખા, દ્વારકા, પોરબંદર, માંગરોળ, વેરાવળ વગેરે તમામ ફીસીંગબોટ એશોો.ના પ્રમુખો, માછીમારો, અગ્રણીઓ તથા ખારવા સમાજના પ્રમુખો સાથે રહીને આ લાઇન ફીશીંગ બંધ કરવાનો સંકલ્પ કર્યો હતો અને જો કરશે તો કડકમાં કડક સજા અને તમામ બોટોને ડીટેન કરવાનુ નકકી કરેલ છે.

(11:18 am IST)