Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જસદણ-વિંછીયા તાલુકામાં ખેડૂતોને તાલીમ અપાઇ

આટકોટ તા.પ : જસદણ વીંછિયા તાલુકા ના અલગ અલગ ગામોમાં ખેડૂત તાલીમ કાર્યક્રમ શુર કરવામાં આવેલ છે, હાલે આ તાલીમ કાર્યક્રમ ૭ ગામોમાં પૂર્ણ કરવામાં આવેલ છે અને આવનાર દિવસો માં તાલુકા ના બીજા ૧૫ ગામો નો સમાવેશ કરવામાં આવશે. તાલીમ નો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો ને સારું દેશી ખાતર કેવી રીતે બનાવવું તે બાબતે જાણકારી આપવી અને તેનો ડેમોસ્ટ્રેશન કરીને બતાવવાનો છે. ભારત સરકારની નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક ફર્મિંગ દ્વારા જે વેસ્ટ ડી- કમ્પોઝર નામના જીવંત બેકટેરિયા બનાવેલ છે અને જે ખેડૂત મિત્ર છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે ડેમોસ્ટ્રેશન કરીને બતાવવામાં આવેલ છે. આ જીવંત બેકટેરિયા ના ઉપયોગથી ખેડૂત છાણ અને કચરો સડાવીને પોતાનું ઉત્ત્।મ ખાતર બનાવી શકે છે જેથી ખેતી મા નિંદામણ ના પ્રશ્નને હલ કરી શકાય અને ઉપરાંત પાક મા આવતા મુંડા અને ફૂગ જન્ય રોગ પર નિયંત્રણ લાવી શકાય. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આ તાલીમ કાર્યક્રમ થી ૬૦૦ ખેડૂતો નો સમાવેશ કરવાનું આયોજન છે અને તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ ના શ્રી ચૌધરીઅને શ્રી જાડેજા  દ્વારા આપવામાં આવી રહેલ છે.

(11:19 am IST)