Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જામજોધપુરમાં સ.વ.પ. હાઇસ્કુલ ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાઇ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૫ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ જામજોધપુર (મયુર સોલંકી, અજય ચૌહાણ તથા વીરાભાઈ વાઢેર દ્વારા સ.વ.પ હાઈસ્કૂલ ખાતે કબડ્ડી સ્પર્ધાનું સુંદર આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ૧૬ ટીમો એ ભાગ લીધો હતો. જેમાં સ્ટેટ ઓફ બારાડી (ખંભાળિયા)ની ટિમ પ્રથમ નંબરે વિજેતા થઈ હતી. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે કૌશિકભાઈ ડઢાણીયા, વિપુલભાઈ ખાંટ, મૌલિકભાઈ જાવીયા, જેનિશભાઈ ભોજાણી, ભાવિનભાઈ, વિજયભાઈ, અરવિંદભાઈ રાઠોડ, ડેનિશભાઈ તેમજ વિજાપુરા સંકુલ ના શિક્ષકોનો સાથ સહકાર મળ્યો હતો.

આ કબડ્ડી સ્પર્ધામાં શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડિયા,પુર્વ શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ જાવીયા, પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ગીરીશભાઈ ખાંટ, રવિભાઈ શિહોરા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. તથા આ સ્પર્ધાના પુરસ્કાર સ્પોન્સર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન સી.એમ.વાછાણી તથા નવનિયુકત જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા રહ્યા હતા.

(11:20 am IST)