Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ટંકારા આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝીટ

ટંકારા : ટંકારા ના મામલતદાર એન. પી. શુકલ દ્વારા સરકારી હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટ કરી ઝીણવટભરી તપાસ કરી હતી જેમા હોસ્પિટલ ના ડોકટર ચિખલિયા દ્વારા બેડ મેડિકલ રૂમ લેબોરેટરી અને કોવિડ ૧૯ સેન્ટર સહિત ની સુવિધા અને વાકેફ કર્યા હતા અને જયારે હોસ્પિટલમાં આગ ના બનાવો સામે આવ્યા છે ત્યારે અહી ની હોસ્પિટલમાં અગ્નિ સામક સાધનો અને તેના ઉપયોગ વિશે તપાસ કરી હતી ત્યારે સંતોષકારક સાધનો અને સુવિધા ઉપલબ્ધ જોવા મળી હતી સાથે હોસ્પિટલમાં સ્વરછતા જોઇ હતી. સરપ્રાઇઝ વિઝીટની તસ્વીર.

(11:20 am IST)