Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ધોરાજી તા.પં.ની સીટ અને જિ.પં.ની સુપેડી મોટી મારડની સીટો માટે ચુંટણી ઇન્ચાર્જની વરણી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.પ : ભાજપ અગ્રણી જયસુખભાઇ ઠેસીયા અને તાલુકા ભાજપના આગેવાન નિલેશભાઇ કણસાગરાને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલજીએ આવનારી ચુંટણીને ધ્યાને લઇ ધોરાજી તાલુકા પંચાયતની સીટો અને જી.પં.ની બે સીટો મોટી મારડ અને સુપેડીની સીટોની ચુંટણીના ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવેલ.

બંને અગ્રણીઓ ચુંટણી અંગેની કાર્યવાહી ચાલુ કરેલ છે અને બંનેની નિમણુંકને અગ્રણીઓ જયસુખભાઇ ઠેસીયાની વરણીની પીઢ અગ્રણી વી.ડી.પટેલ, હરસુખભાઇ ટોપીયા, શહેર ભાજપના ઉપપ્રમુખ વિજયભાઇ અંટાળા, રમણીકભાઇ ટોપીયા, જીતુભાઇ વઘાસીયા, વિજયભાઇ બાબરીયા, કૌશિકભાઇ વાગડીયા, કિરીટભાઇ વઘાસીયા સહિતનાએ આવકારી છે.

(11:21 am IST)