Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વઢવાણથી નકટીવાવ જતો રસ્તો બિસ્માર

વઢવાણ તા.પ : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામ થી આશરે સાત કિલોમીટર દૂર સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ઘ નકટી વાવના મેલડી માતાજીનું મંદિર આવેલું છે ત્યારે વઢવાણ થી ૭ કિલોમીટર દૂર આ મંદિરે દર્શન કરવા માટે મંગળવાર ગુરુવાર રવિવાર સહિતના વાર ના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ આવી રહ્યા છે અને નકટી વાવના મેલડી માતાજીના દર્શન કરી અને ભવ્યતા અનુભવી રહ્યા છે.

ત્યારે ખાસ કરી આ મંદિરે આવનાર શ્રદ્ઘાળુઓ વિવિધ પ્રકારની બાધાઓ રાખી અને આ બાધા પૂરી થતા ગામે ગામથી પગપાળા ચાલીને મંદિરે આવી રહ્યા છે અને માતાજી આસ્થા અને શ્રદ્ઘાથી રાખેલી બાધા પૂરી થતા પગપાળા આવી અનેક શ્રદ્ઘાળુઓ આવી અને માતાજીના દર્શન કરી અને બાધા પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમ્યાન સારો એવો વરસાદ પડતા વઢવાણ થી નકટી વાવના મેલડી માં તરફ જતો રસ્તો ધોવાઇ જવા પામ્યો છે.

અને હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં બની ચૂકયો છે ત્યારે આ રોડ ઉપર મસ્ત મસ્ત મોટા ખાડાઓ અને કપચી કોઈ હોવાના કારણે ચાલીને દર્શન કરવા આવતા માઈ ભકતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જાગૃત નાગરિક સતિષભાઈ ગમારા તાત્કાલિક ધોરણ એ રસ્તાનું નવિનીકરણ નું કામ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

(11:24 am IST)