Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સાવરકુંડલા : સુરત મહાનગર પાલિકાના નિરીક્ષક તરીકે ગ્યાસુદ્દીન શેખની નિમણૂંક

સાવર કુંડલા તા. ૫ :  સુરત મહાનગર પાલિકાના મુખ્ય નિરિક્ષક તરીકે ધારાસભ્ય ગ્યાસુદીન શેખની નિમણુક કરવા આ આવેલ હતી.

આવનારી તાલુકા - જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરોની સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા જીતવા માટે પ્રીપ્લાન રૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ તાલુકા જિલ્લાઓમાં જવાબદારીઓ અંગે જુદા જુદા અનુભવી આગેવાનોની નિમણુંક કરવામાં આવેલ હતી.

જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિતભાઇ ચાવડા દ્વારા સુરત મહાનગર કોર્પોરેશનમાં નિરિક્ષક તરીકે આવડત કોઠા શૂઝ ધરાવતા શકિતશાળી ધારાસભ્ય ગ્યાસુદીનભાઈ શેખની નિમણુક કરવામાં આવેલ હતી.

શ્રી ગ્યાસુદીનભાઈ શેખ ખૂબ અનુભવી અને ચૂંટણી વ્યુ ગોઠવવામાં ભારે માહિર હોવાથી યોગ્ય વ્યકિતની યોગ્ય જગ્યા એ નિમણુક કરવા માં આવેલ હતી. ધારાસભ્ય ગ્યાસુદીનભાઈ શેખ સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સંદર્ભે નિરિક્ષક તરીકે વરણીથી સુરત શહેરમાં વ્યાપક ખુશી સાથે આવકાર મળી રહ્યો છે.

(12:40 pm IST)