Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જામનગરમાં કોરોના રસી માટે ટ્રાયલ રન

જામનગરઃ  શહેરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી એવી જી.જી.હોસ્પિટલના મેડિકલ કેમ્પસમાં આજે કોરોનાની રસી અંગે ડ્રાયરન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના ૨૫ જેટલા ચુનંદા કર્મચારીઓ આ કોવિડ માટેની રસીકરણ માટે શું તૈયારી રાખવી તે અંગેનું જીજી હોસ્પિટલના મેડિકલ વિભાગના ડો. ધર્મેશ વસાવડા, કોવિડ વિભાગના વડા ડો. એસ.એસ. ચેર્ટજી અને એમ પી શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નદીની દેસાઈ સહિતના ઉચ્ચ તબીબોના માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું માંછે. ભારતમાં સરકાર દ્વારા બે વેકિસન ને મંજૂરી પણ આપી દેવાય છે ત્યારે જામનગરમાં ખાસ ડ્રાયરન કરવામાં આવ્યું છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીરઃ  કિંજલ કારસરીયા જામનગર)

(12:43 pm IST)