Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

અમરેલીના બારમણ ગામના પરિવારને ચોટીલા દર્શન કરવા જતા અકસ્‍માત નડયોઃ કાર ચાલકનું મોતઃ 4 લોકોને ગંભીર ઇજા

અમરેલી: ઠંડીનો અકસ્માતોનો દોર ચાલુ જ છે. ત્યારે અમરેલીમાં ચોટીલા દર્શન કરવા જતા પરિવારને ખાંભા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કારચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના બારમણ ગામનો રહેવાસી પરિવાર ચોટીલા દર્શન કરવા નીકળ્યો હતો. વહેલી સવારે અલટો કારમાં સવાર પરિવારના પાંચ સભ્યો મા ચામુંડાના દર્શને જવા નીકળ્યા હતા. પરંતુ ખાંભાના નાનુડી લપાળા ડુંગર પાસે કારને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે અલ્ટો કાર રોડ પર પાર્ક થયેલી બંધ ટ્રક પાછળ જોરદાર ભટકાઈ હતી. સિમેન્ટ ભરેલો GJ11Y 6332 નંબરની ટ્રક રોડ પર ઉભો હતો, તેની સાથે અલ્ટો કાર ભટકાઈ હતી. જોકે, અકસ્માત કયા કારણોસર થયો તે હજી જાણી શકાયું નથી.

અકસ્માતમાં અલ્ટો કાર ચલાવનાર શખ્સનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સાવરકુંડવા ખાંભાની હોસ્પિટલમાં 108ની મદદથી સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ, જોરદાર ટક્કરથી ટ્રકનો સામાન પણ ફંગોળાયો હતો.

(5:09 pm IST)