Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

બપોરે કોંગ્રેસનાં પૂર્વ નગરસેવિકા ગીતાબેન મેરએ ભાજપનો ખેસ પહેરતાની સાથે જ મળી ગઈ ટીકીટ

મેયર મનહર મોરીના સ્થાને કોંગ્રેસના બાગીને ટિકિટ અપાતા અસંતોષ : ભાવનગરમાં 34માંથી 21 કોર્પોરેટરની ટીકીટ કપાઈ

ભાવનગરમાં બપોરે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ખેસ ધારણ કરનારા ગીતાબેન મેરને ભાજપે ટિકિટ આપતા ભાજપના જૂના જોગીઓમાં અસંતોષની લાગણી જન્મી છે. કારણ કે આ સીટ પર મેયર મનહર (મનભા) મોરીની દાવેદારી હતી. પરંતુ તેમનું પત્તુ કાપી કોંગ્રેસના પક્ષપલટુને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે

  પ્રમુખ સીઆર પાટિલના નેતૃત્વમાં ભાજપે ગુરુવારે ભાવનગરના 13 વોર્ડના 52 ઉમેદવારો સહિત તમામ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. ત્યાર બાદ વર્ષોથી પક્ષમાં સેવા કરનારા અને ટિકિટ નહીં મળવાથી દુઃખી ભાજપના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઇ રહી છે. કોર્પોરેશનો માટે 21 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે જિલ્લા અને ગ્રામ પંચયાતો માટે 28મે વોટિંગ થશે. ભાવનગરમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઇ. તેમાં જણાયું કે હાલના 34 કોર્પોરેટરો પૈકી 21 કોર્પોરેટરોનું પત્તા કાપી નાંખવામાં આવ્યું છે. જેમાં ભાજપના નવા માપદંડો મુજબ 60 વર્ષથી વધુની વયના 4 કોર્પોરેટરોની ટિકીટ કપાઇ છે.

મેયર મનહર મોરીની ટિકીટ પણ કાપી નાંખવામાં આવી છે. બીજી તરફ 3 ટર્મ પૂર્ણ કરનારા 7 કોર્પોરેટરોને પણ નિરાશ કરાયા. યાદી મુજબ નવા 39 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે. એટલે જુના 13 કોર્પોરેટરોને જ રિપીટ કરવામાં આવ્યા છે.

 

થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ એકદમ વ્યસ્તમ રહ્યો હતો. પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષની ચિંગારી ભડકવાની 100 ટકા આશંકા હતી. બપોર બાદ એક પછી એક કોર્પોરેશનોની ભાજપે યાદી જાહેર જાહેર કરી. 

છેલ્લે સાંજે 7 વાગે અમદાવાદનો વારો આવ્યો હતો. પ્રથમ રાજકોટ અને ત્યાર બાદ જામનગરના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પછી ભાગનગરના ઉમેદવારોની યાદી પણ જાહેર કરાઇ હતી

(8:38 pm IST)