Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કેશોદ ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતીનું ચણાની ખરીદીની મર્યાદા નકકી કરવા મામલતદારને આવેદન

(કિશોરભાઈ દેવાણી-કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા. ૫:  સરકાર ટુંક સમયમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાની છે.આ અંગે કેશોદ ખેડુત પુત્ર હિત રક્ષક સમિતીએ જણાવ્યુ છે કે ખાતાદીઠ કેટલાં કીલો ખરીદી કરવી તે હજુ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું. ગત વર્ષે ખેડુતો પાસેથી સળંગ ખાતાદીઠ ૨૫૦૦ કીલો ચણા ખરિદ કરવામાં આવ્યાં હતાં. જે આ વર્ષે કેટલાં કીલો ખરિદાશે જે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

તેથી ખેડુતો પાસેથી નજીકના સમયમાં જયારે સ્થાનીક સ્વરાજની ચુંટણી યોજાવાની છે. જે પુર્ણ થયાં બાદ સરકાર ચણાની ખરિદી ઘટાડાશે તેવી દહેશત ખેડુતોએ વ્યકત કરીછે. જો સરકાર ખરેખર કેટલી ખરિદી કરવા માંગે છે તે જો નક્કી જ હોય તો ચુંટણી પહેલાં પરીપત્રમાં તેનો ઉલ્લેખ કરી કેટલાં કીલો ખરિદાશે તેની જાહેરાત કરવાની માંગણી કરતુ કેશોદ ખેડુત પુત્ર હિત રક્ષક સમિતીના કન્વિનર ધિરૂભાઈ જાટીયા, ભરતભાઈ લાડાણી અને સમિતીના સભ્યો દ્વારા કેશોદ મામલતદારને આવદન પત્ર આપેલ છે.

(10:27 am IST)