Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ચાલુ વાહનોના રસ્સા-તાડપત્રી કાપી ચોરી કરતી ગેંગ પાસેથી ખરીદેલ ૧૯ લાખનો મુદ્દામાલ, બે વાહનો સાથે રીસીવરને પકડી ૬ હાઇવે ચોરીનો ભેદ ઉકેલતી સુરેન્દ્રનગર પોલીસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૫: પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાં બનતા મીલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ખાસ કરીને ધ્રાંગધ્રા વિરમગામ તથા અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર ચાલુ વાહનોના રસ્સા તાડપત્રીઓ કાપી કીંમતી ચીજવસ્તુઓની ચોરીઓ થતી હોય અને આ ગુન્હામાં ખાસ મોડેસ ઓપરેન્ડીથી ગુન્હાને અંજામ આપતી ગેંગ વિરૂધ્ધ તાજેતરમાં ગુજસીટોક એકટ-૨૦૧૫ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કુલ-૧૩ આરોપીઓને પકડી કોર્ટ હવાલે કરવામાં આવેલ હોય પરંતુ પકડવાના બાકી આરોપીઓ દ્વારા પોતાના અન્ય સાગરીતો સાથે મળી હાઇવે ચોરીઓના ગુન્હાને અંજામ આપી તેનો મુદામાલ ગેડીયા તથા આજુબાજુના ગામોમાં તથા સીમ વિસ્તારમાં છુપાવી રાખતા હોય જેથી તે અંગે હ્યુમન સોર્સ, ટેકનીકલ સોર્સથી હકીકત મેળવી ચોર મુદામાલ શોધી કાઢવા તેમજ આ ગેંગના તમામ સાગરીતો ઝડપી ગેંગને સંપર્ણ નેસ્તનાબુદ કરવા માટે ખાસ એકશન પ્લાન બનાવી ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.ઢોલને સુચના કરેલ.

શ્રી સંદીપ સિંધ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગની સુચના મુજબ એકશન પ્લાન બનાવી માલવણ ગેડીયા ઇંગરોડી સેડલા, ખેરવા, સોખડા વિગેરે વિસ્તારમાં સખત પેટ્રોલીંગ ફરી, હાઇવે ચોરી કરતી ગેંગ તેમજ ગુજસીટોક એકટ-૨૦૧૫ હેઠળના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી પકડી, હાઇવે ચોરીના બનાવો સદંતર નેસ્તનાબુદ કરવાના ભાગરૂપે પો.સ.ઇ  વી.આર.જાડેજા તથા તાબાના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી,અતિ ખાનગી રીતે આરોપીઓ બાબતે, આરોપીઓ દ્વારા ચોરી કરી મેળવેલ મુદામાલ શોધી કાઢવા અંગે ઓપરેશન હાથ ધરવામાં આવેલ.

એલ.સી.બી. ટીમ દ્વારા હાઇવે ચોરી કરતી ગેંગ દ્વારા ગુન્હામાં ઉપયોગ કરતા વાહનોની ખાનગી રીતે માહીતી મેળવી, આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેક તથા હજરતખાન અનવરખાન જત મલેક રહે.બંને ગેડીયા તા.પાટડી વાળા કે જેઓ બંને સદર ગેંગના  મુખ્ય સુત્રધારો હોય, હાઇવે ચોરીના તથા અન્ય અસંખ્ય ગુન્હાઓ આચરેલ રીઢા ગુન્હેગારો હોય, પોતાની ધરપકડ ટાળવા સારૂ છુપાતા રહી, રાત્રી દરમ્યાન પોતાના સાગરીતો સાથે હાઇવે ઉપર ચડી હાઇવે ચોરીના ગુન્હાઓને અંજામ આપી, તે ચોરીઓમાં મેળવેલ મુદામાલ ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામે અમીત રમણીકભાઇ ચીહલાના રહેણાંક મકાને, તથા વંડામાં છુપાવી રાખેલ છે. તથા ગુન્હામાં વાપરેલ વાહનો, સફેદ એકસ-યુ-વી ગાડી તથા મહિન્દ્રા યુટીલીટી બોલેરો ગાડીઓ પણ ત્યા રાખેલ હોવાની ટેકનીકલ સોર્સીસ તથા તાબાના સ્ટાફથી તથા અંગત બાતમીદારોથી હકીકત મેળવી, એલ.સી.બી ટીમ દ્વારા તાત્કાલીક પુરતી તૈયારી સાથે ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામે આરોપી અમીત રમણીકભાઇ ચીહલા ત.કોળી ના રહેણાંક મકાને છાપો મારતા પુછપરછ કરતા પોતે છેલ્લા આઠેક દીવસથી હાઇવે ચોરી કરતી ગેંગના હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન મલેક તથા હજરત ઉર્ફે હજુ અનવરખાન મલેક સફેદ કલરની એક્ષ-યુ-વી ગાડીમાં તથા યુટીલીટી ગાડીમાં અલગ અલગ દીવસે રાત્રીના સમયે હાઇવે ઉપર કરેલ ચોરીઓનો મુદામાલ  ઘરે, તથા વંડામાં ઉતારી ગયેલ હોવાની કબુલાત આપેલ. જેમા તેના મકાનેથી અલગ અલગ કલર, વર્ક, ડીજાઇન વાળી સાડીઓ તૈયાર લેડીઝ ડ્રેસ, કોટન કાપડના પ્લાસ્ટીક પેકીંગ ડ્રેસ મટીરીયલ, આછા બ્લેક, ક્રીમ, ગ્રે કલરના તૈયાર પેન્ટ, શર્ટના કાપડના તાંકા, આઇટેલ કંપનીના વીઝન-૧ પ્રો મોબાઇલ ફોન, અલગ અલગ કંપનીના સાબુ, નિહાર નેચરલ શાંતી-બદામ આમલા કેશતેલ, સાઉન્ડ સીસ્ટમ, અંગ્રેજી ભાષાના કુલ પુસ્તકો એમ કુલ રૂ. ૬,૬૬,૨૨૩/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

તેમજ મજકુર આરોપીના રહેણાંક મકાનની બાજુમાં આવેલ મકાનના એક રૂમમાંથી સાયલેન્સર, પતંજલીનુ તેલના બોક્ષ, કીચનવેરની આઇટમો, ઓરપેટ કંપનીના એર ફલોરા સીલીંગ ફેન, હરકયુલસ તથા હીરો કંપનીની સાયકલો, મળી કુલ કિ.રૂ.૩,૯૦,૩૧૯/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

તેમજ મજકુર આરોપીના વાડાની ઓરડીમાંથી ઓરપેટ કંપનીની દીવાલ ધડીયાળ, એપોલો કંપનીના ટાયરો, મોટર સાયકલના નાના મોટા ટાયરો, કાર એસસરીઝ, રૂમ હીટર, શુધ્ધ દેશી ગોળ, સેમસંગ એ.સી. ઇન્ડોર યુનીટ, દોરાના મોટા રીલનુ કાર્ટુન, ઇલેકટ્રીક વાયરના પુંઠાના બોકસ, ફલોર મેટ, હેન્ડલુમની આઇટમો, બેડશીટ તથા બ્લેનકેટના કાર્ટુનો, કાપડની અલગ અલગ ડીઝાઇનની કારપેટ, ડીઝલ ભરેલ પ્લાસ્ટીકના કેરબા નંગ-૩, દાવત બેવરેજીસ કંપનીના સોડાના કાર્ટુનો, પગ લુસણીયાના બંડલો, પ્૧ કંપનીના જર્દા કંપનીના તમાકુના કોથળા, અલગ લગ કંપનીના બુટ, ચીક શેમ્પુ, હેન્ડવોશ, બોડી લોશન, આઇકોન કંપનીના મોબાઇલ ચાર્જરો, ઇલેકટ્રીક આઇટમો તથા એલ.જી. કંપનીના વોશીંગ મશીન નંગ-ર તથા એલ.ઇ.ડી. ટીવી નંગ-૩ વિગેરે મળી કુલ રૂ.૮,૩૯,૦૪૯/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

હાઇવે ચોરીમાં વપરાયેલ મહીન્દ્રા કંપનીની સફેદ એકસ-યુ-વી કાર-૧ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મહિન્દ્રા યુટીલીટી પીકપ બોલેરો કાર કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૦૦,૦૦૦/- ના વાહનો કબ્જે કરેલ છે.

જેમાં (૧) બજાણા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૧૦૫૮૨૦૦૩૯૮ ઇ.પી.કો કલમ-૩૭૯, (ર) બજાણા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૧૦૫૮૨૧૦૦૧૪ ઇ.પી.કો કલમ-૩૭૯, (૩) ધ્રાંગધ્રા તાલુકા પો.સટે. ગુ.ર.નં-૦૦૫૮/૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૭૯, (૪) બજાણા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૧૦૫૮૨૦૦૦૪૨ ઇ.પી.કો કલમ-૩૭૯, (૫) બજાણા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૧૦૫૮૨૦૦૪૨૭ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબના ગુન્હાઓ ડીટેકટ થયેલ છે. તેમજ સદર ગુન્હા કામે ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા ભુપેન્દ્રકુમાર જીણાભાઇ તથા પો.હેડ.કોન્સ. હીતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા ચમનલાલ જશરાજભાઇ તથા અનિરૂધ્ધ્સિંહ અભેસંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા અજયસિંહ વીજયસિંહ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા સંજયસિંહ ધનશ્યામસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા પો.કોન્સ. અશ્વિનભાઇ ઠારણભાઇ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ એ રીતેની ટીમ દ્રારા હાઇવે ચોરીમા ગયેલ લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરી હાઇવે ચોરીના ગુન્હા-પ ડીટેકટ કરી રીસીવર આરોપીને પકડી પાડેલ પાડેલ છે.

(11:19 am IST)