Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સાયલામાં વાડીમાં કુદરતી હાજતે ગયેલા યુવકનું કૂવામાં પડી જતા મોત

સીમ વિસ્તારમાં રાત્રે અંધારામાં બનેલી ઘટના : સવારે શોધખોળ કરતા લાશ મળી

સાયલા સીમ વિસ્તારમાં આવેલ એક વાડીમાં કામ કરતાં યુવક ભૈયાલાલ છગનભાઈ મોડીરાત્રે કુદરતી હાજતે જઈ રહ્યો હતો તે દરમ્યાન રાત્રીના અંધારામાં યુવકનો અચાનક પગ લપસતાં વાડીમાં આવેલ કુવામાં પડી ગયો હતો જ્યારે સવારે યુવકની શોધખોળ હાથધરતાં કોઈ જ પત્તો લાગ્યો નહોતો અને કુવામાં જોતા યુવકની લાશ મૃત હાલતમાં તરતી જોવા મળી હતી.

આથી ગ્રામજનોએ આ અંગે સાયલા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી. તેમજ મૃતક યુવકની લાશને કુવામાંથી બહાર કાઢી સાયલા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવી હતી જ્યારે યુવકના મોતથી પરિવારજનો સહિત સમસ્ત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

(11:20 am IST)