Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

શિવરાજગઢમાં કોરોના વોરીયર્સને કોવિડ વેકસીન

 ગોંડલ : ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે કોરોના ( કોવીડ/૧૯) વેકસીનેશનની કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિવરાજગઢ દ્વારા તાલુકા કુમાર શાળા મુકામે રાખેલ હતુ. જેમા આરોગ્ય કમઁચારી, આશા ફેસેલીટર, આશાવકઁર બહેનો, તથા આંગણવાડી કાર્યકર તમામને રસીકરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગોંડલ તાલુકા હેલ્થ ઓફીસર ડો.જી.પી.ગોયલ. ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરીમાં એમ.ઓ.ડો.મીલનભાઈ હાપલીયા તથા ફામાઁસીસ્ટ કિશોર કુદળીયા, તથા બલદાણીયાભાઈ તથા ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાઈ અને તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ તકે સામાજિક કાર્યકર ચંદ્રેશ પંડ્યા, કિરીટ વોરા, શિક્ષક આષીશસિંહ વાધેલા એ સહકાર આપેલ હતો. કોરોના વોરીયર્સની તસ્વીર.

(11:24 am IST)