Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જિલ્લાકક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ કોડીનાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યોજાઇ

કોડીનાર તા. પ : ક્રિકેટ મહાસંગ્રામની શરૂઆત મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે અને ભારત સરકારના ફિટ ઈન્ડિયા કાર્યક્ર્મને વેગ મળે તે માટે કોડીનાર સ્યૂગર ફેકટરીના ગોલ્ડન ક્રિકેટ ગ્રાઉંડ ખાતે તા ૅં૩૦/૧/૨૦૨૧ ને શનિવારના રોજ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદદ્યાટન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ર્ંઅભેસિંહભાઈ ડોડીર્યાં અને રાજય ઉત્કર્ષમંડળ ના પ્રમુખ ર્ંડી.ડી.મકવાર્ણાં સાહેબ,કાનજીભાઇ ચુડાસમા ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંદ્યના ઉપપ્રમુખ ર્ંહરિભાઈ વાર્ળાં ના વરદ હસ્તે કરવામાં આવેલ હતું

ઉપરોકત ટુર્નામેન્ટમાં ગિરસોમનાથ જિલ્લાની કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં વેરાવલ,તાલાળા,ગિરગઢડા, ઉના,સુત્રાપાડા અને કોડીનારની ટીમોનો સમાવેશ થાય છે.

બે દિવસીય ક્રિકેટ આયોજનમાં કોડીનાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી  અભેસિંહભાઈ ડોડીયા સાહેબ,રાજય ઉત્કર્ષ મંડળના પ્રમુખ ડી.ડી. મકવાણા સાહેબ,ગુજરાત રાજયપ્રાથમિક સંદ્યના ઉપ પ્રમુખ હરિભાઇ વાળા ગીરસોમનાથ જિલ્લા પ્રાથમિકશિક્ષક સંઘના મહામંત્રી મનુભાઈ વાળા ,વેરાવળ તાલુકા શિક્ષક સંદ્યના પ્રમુખ જેસાભાઈ સોલંકી, રામભાઈ બારડ સુત્રાપાડા તાલુકામાંથી રમેશભાઈ ખેર,માલાભાઈ ઝાલા ઉના તાલુકામાંથી વજેસિંહ ચુડાસમા ગિરગઢડા તાલુકામાંથી રણજીતસિંહ ઝાલા ,ભરતભાઈ ઝણકાટ કોડીનાર તાલુકા પ્રમુખ રણજીતસિંહ ગોહિલ,મંત્રી સુરસિંહભાઈ ડોડીયા ,શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ સુરસિંહભાઈ વૈશ,નારણભાઇ ઝાલા ,જયસુખભાઇ જેઠવા,સાઈ કંટ્રકશનના મહેશભાઇ ડોડીયા ,એલઆઇસી સલાહકાર જયેશભાઇ ગોહિલ,આલ્ફા કંટ્રકશનના કનકસિંહભાઈ પઢિયાર અને સરસ્વતી એજયુકેશન એન્ડ સ્પોર્ટ્સ તરફથી મિલિંદભાઈ જાદવની હાજરી રહી હતી આ સાથે ભાવસિંહભાઈ ડોડીયા, માનસિંગ ભાઈ સોસા ,હીરાભાઈ ગાધે,અનિલભાઈ બારડ તેમજ તમામ પે.સેન્ટર આચાર્ય પેટા શાળા આચાર્યમિત્રોની પણ હાજરી રહેલ.

આ ટુર્નામેંટને વધુ સફળ બનાવવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી ર્ંડાઙ્ખ. એચ.કે વાંર્જાં સાહેબ ઉપસ્થિત રહેલ અને તેમના હસ્તે ફાઇનલ મેચનો ટોસ ઊછાળી અને ફાઇનલ મેચની શરૂઆત કરાવેલી અને ડાઙ્ખ વાજા સાહેબ પણ એક સારા ખેલાડી છે.તેમણે કેટલાક આકર્ષક શાઙ્ખટસ્ રમીને હાજર રહેલા તમામ ખેલાડીઓને મંત્રમુગ્ધ કરેલા.તેમના અને સરસ્વતી સ્પોર્ટ્સના ઓનર મીલીનભાઈ જાદવ દ્વારા ર્ંડી.ડી મકવાણા સાહેબનુંર્ં સન્માન અને ર્ંહરિભાઇ વાર્ળાં નું સન્માન આકર્ષક મોમેન્ટ દ્વારા કરેલ .તદુપરાંત ડો.વાજા સાહેબનું સન્માન પણ કોડીનાર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ ગોહિલ અને મંત્રી સુરસિંહભાઈ ડોડીયા દ્વારા એક ક્રિકેટ ટ્રોફી આપી સન્માન પણ કરેલ હતું ડો. વાજા દ્વારા ટુર્નામેન્ટના તમામ ખેલાડીને રમત અને જીવનના દરેક તબક્કે તંદુરસ્ત હરીફાઈનો સંદેશો પણ આપવામાં આવેલ

આ તમામ ટૂર્નામેંટમાં જીલ્લાની કુલ આંઠ ટીમો પૈકી આખરે ફાઈનલમાં સુત્રાપાડા ૧૧ અને ખોડલ કોડીનાર ઈલેવન વચ્ચે રમાઈ હતી.અને અંતે બંને ટીમોમાંથી ફાઈનલ સુત્રાપાડા ટીમ તરફથી કુલ ૧૦ ઓવરમાં ૭૪ રણ બનાવેલા હતા જેમાં કોડીનારની ખોડલ ઈલેવન ટીમ વિજેતા થયેલ હતી અને તેમના કેપ્ટન વિરલ ડોડીયા અને સાથી ખેલાડીઓએ વિજેતા થતા ઉજવણી કરેલ સુત્રાપાડાના કેપ્ટન દિલીપ ઝાલાને મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ કોડીનારના માનસિંગ સોલંકી અને જેઠવા સાહેબ દ્વારા એનાયત થયેલ ,બેસ્ટ બેટ્સમેન તરીકે અનીલભાઈ મોરીને પસંદ કરવામાં આવેલ જયારે સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ ફિલ્ડર તરીકે શિવમ ૧૧ ના કેપ્ટન રણજીતસિંહ ગોહિલને આપવામાં જયારે બેસ્ટ બોલર સુરેશભાઈ રાઠોડને આપેલ હતો અને વિજેતા ટ્રોફી ડી.ડી મકવાણા ,હરિભાઈ વાળા તેમજ દ્દષ્ટફૂં અભેસિંહભાઈ ડોડીયાના હસ્તે એનાયત થયેલ હતી.જહેમત ઉઠાવનાર પ્રકાશભાઈ વાઢેળ, મહેશભાઈ વાદ્યેલા ,રાજેશભાઈ રાઠોડ પાણી વ્યવસ્થા માટે નારણભાઈ ઝાલા અને પ્રતાપભાઈ બારડ દ્વારા કરવામાં આવેલ ઈલેકટ્રોનિક મદદ રામનગર શાળા દ્વારા કરેલ ,નોદ્યણભાઈ ચાવડા મેદાનની વ્યવસ્થા કરેલી સમગ્ર કાર્ય માટે રણજીતભાઈ ,જીતુભાઈ દાહીમાં ,માનસિંગ ભાઈ સોસા,હીરાભાઈ ગાધે. પણ સતત કામગીરીમાં સામેલ હતા અમ્પાયરની ભૂમિકામાં પિયુષ જાદવ નયન બારડ ,માનસિંગ જાદવ ભરતભાઈ દાહીમાં,રાજેશભાઈ રાઠોડ,ભરતભાઇ લાખણોત્રા, નયનભાઈ બારડની ભૂમિકા રહેલ મુખ્ય સ્કોરર તરીકે મહેશભાઈ વાઢેર ,નરેન્દ્રભાઈ ડોડીયાએ ફરજ નિભાવેલી હતી કોમેન્ટ્રીનો ભાર પ્રકાશભાઈ વાઢેળ ,ભરતભાઈ વાંજા(મામા),સુરસિંહભાઈ પરમારની મુખ્ય ભૂમિકા રહેલ હતી.

કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ વાઢેર આચાર્ય ઘાંટવડ પે.સેન્ટર દ્વારા કરવામાં આવેલ હતું .આ સમગ્ર કાર્યક્રમને વધુ સફળ બનાવવામાટે સાઈ કન્ટ્રકશન તરફથી રૂ ૫૦૦ આલ્ફા કન્ટ્રકશન તરફથી રૂ.૩૧૦૦ વિરલસિંહ ડોડીયા તરફથી રૂ.૨૦૦૦ સુરસિંહભાઈ વૈંશ તરફથી રુ.૫૦૦ જેસિંગભાઈ વૈંશ તરફથી રૂ.૫૦૦ મહેશભાઈ પઢીયાર તરફથી રૂ.૫૦૦ જીતુભાઈ દાહીમાં તરફથી રૂ. ૫૦૦ ધીરૂભાઈ દાહીમાં ના રૂ .૫૦૦ ,મોરીસાહેબ તરફથી રૂ.૧૦૦૦,મનુભાઈ વાળા તરફથી રૂ.૫૦૦ ,દીપુભાઈ ગોહિલ તરફથી રૂ.૫૦૦, કેશુભાઈ તરફથી રૂ ૨૦૦ રણજીતભાઈ ગોહિલ તરફથી રૂ.૫૦૦ સમગ્ર કાર્યક્રમને ભેટ સ્વરૂપે આપેલ હતી.

(11:24 am IST)