Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ઓખા : જળ પ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓનું સંરક્ષણ જરૂરી

ઓખા : વર્લ્ડ વેટલેન્ડ ડે તે અંગે શિક્ષિકા પ્રીતીબેન ચાવડાએ જણાવેલ કે નદી સરોવર તળાવ વગેરે પછી તે ખારા પાણીના પણ હોય...શિયાળાની ઋતુ દરમિયાન આવા જળપ્લાવિત વિસ્તારોમાં વિદેશી પ્રજાતિઓના વિવિધ પક્ષીઓ મહેમાન બનીને ઓકટોબરથી માર્ચ માસ દરમિયાન નિવાસ કરે છે અને જળાપ્લાવિત વિસ્તારમાં પ્રજનન કરે છે માળા બનાવે છે ઇંડા મુકે છે અને બચ્ચાને મોટા કરી ચાલ્યા જાય છે. દેશના જળપ્લાવિત વિસ્તારો ત્યા મીઠાપાણીના સરોવર પણ છે એ વિસ્તારોમાં પક્ષીઓને રહેવા માટેની તમામ બાબતો અનુકુળ આવે છે અને શિયાળાની મોસમ દરમિયાન હજારો કિમીનો પ્રવાસ ખેડીને ઠંડા પ્રદેશોમાંથી આપણા દેશમાં વસવાટ કરવા આવે છે અને વિદેશી પક્ષીઓ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર પણ છે અને પ્રવાસીઓ આ જળપ્લાવિત વિસ્તારોમાં જઇને પ્રદુષણ ફેલાવતા થયા છે જેનાથી પ્રભાવિત થઇને આ વિસ્તારોમાં વસતા પશુ પક્ષીઓનું અસ્તિત્વ જોખમાયુ છે. ઘટી રહેલા આવા વિસ્તારો માનવજાત માટે પણ જોખમી છે. માનવ વસતીના દબાણને લીધે કુદરતી સંતુલન ખોરવાઇ રહ્યુ છે અને પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે ભુગર્ભ જળ જથ્થો સંજીવન રાખવા માટે આવા જળપ્લાવિત વિસ્તારો અગત્યનો ભાગ ભજવે છે. ચિત્રા પાણીના વિશાળ વિસ્તાર પર પક્ષીઓની પ્રજાતિ ફુલેફાલે છે પરંતુ આવા વિસ્તારોની આસપાસ પ્લાસ્ટિકનો કચરો પૂજા સામગ્રીનું વિસર્જન અને પક્ષીઓને અપાતી કુદરત વિરૂધ્ધની ખાદ્યચીજો જોખમી પુરવાર થઇ રહી છે. આ બાબત જાગૃતિ ફેલાય અને પર્યાવરણનું જતન થાય જળ પ્લાવિત વિસ્તારોની સંખ્યામાં ઘટાડો ન થાય તે હેતુથી તેના સંરક્ષણ અને જાગૃતિ માટે ૧૯૭૧ ની સાલથી બીજી ફેબ્રુઆરીનો દિવસ વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે વિશ્વ જળ પ્લાવિત દિવસ તરીકે ઉજવાય છે. ભાવિ પેઢીને જાગૃત કરવા માટે પર્યાવરણનું જતન સાથે સાથે પ્રદૂષણથી રક્ષણ એટલુ જ જરૂરી છે.(તસ્વીર - અહેવાલ : ભરત બારાઇ, ઓખા)

(11:26 am IST)