Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સાયલામાં નજીવી બાબતે બોલાચાલી થતા યુવક પર જીવલેણ હૂમલો

યુવકે બે-ત્રણ ઘા છરીના ઝીંકી દેતા સુરેન્દ્રનગર ખસેડાયો

વઢવાણ તા. ૫ : સુરેન્દ્રનગર જીલ્લામાં નજીવી બાબતે મારામારી અને હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા શહેરી વિસ્તારમાં બે યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવતાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો અને જે અંગે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

માહિતી મુજબ સાયલા શહેરી વિસ્તારમાં બે યુવકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી જેમાં મામલો ઉગ્ર બનતાં રોષે ભરાયેલ યુવકે અન્ય યુવક સંજય જીવણભાઈ રાઠોડ પર છરીના બે થી ત્રણ ઘા ઝીંકી હુમલો કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સૌપ્રથમ સાયલા તેમજ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે અંગે સાયલા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.

(11:35 am IST)