Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

મુન્દ્રા તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે કચ્છી અધિકારીની જ નિમણૂંક કરાતા આવકાર

મુન્દ્રા, તા.પઃ મુન્દ્રા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે હાલમાં જ નિમણુંક થયેલ વી.એમ. ચંદેને ચંદે પરિવાર તથા અનેક પરિવાર દ્વારા આવકારી સન્માનીત કરવામાં આવ્યા હતા. એક કચ્છી અધિકારીની નિમણુંક કરવામાં આવતાં સ્થાનિક સાથે કચ્છીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબા સમય સુધી તાલુકા પંચાયત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે કામગીરી કરનાર કચ્છી અધિકારીની છાપ ચંદે ધરાવી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણુંક થતાં ચંદે પરિવાર સ્થાનિક કર્મચારીઓ સરપંચો, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો વિવિધ સમાજ અભિનંદન પાઠવ્યા હતા. ચંદે પરિવાર વતિ રમેશભાઇ, ભરતભાઇ, જમનાદાસ, કારાભાઇ, વેલજીભાઇ, સુરેશભાઇ, કાનજીભાઇ, હરિભાઇ, માલૂશીભાઇ વગેરે પરિવારજનો વતિ આવકારવામાં આવ્યા હતા અને ભાજપ કોંગ્રેસના આગેવાનો વતિ વિશ્રામભાઇ ગઢવી, છાયાબેન ગઢવી, સામજી સોદામ, ચંદુભા જાડેજા, કીર્તી રાજગોર, મુકેશ રાજગૌર, ભાવનાબેન ગૌર, ઝરપરા સરપંચ સામરાભાઇ પઠાણું શકિતસિંહ જાડેજા, જયેશ આહિર, ભોજરાજ ગઢવી, કિશોરસિંહ પરમાર, ભાલુભા પરમાર, નરપતસિંહ જાડેજા, અસલમભાઇ તુર્ક, હરેન્દ્રસિંહ જાડેજા, વગેરે નવ નિમણુંક ચંદેને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

(11:39 am IST)