Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.  : રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે ત્યારે મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં ચુંટણી યોજાનાર છે ત્યારે જીલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ કરીને ચુંટણી અંગે માહિતી આપવામાં આવી હતી.

જેમાં મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે ૬૭૨ મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે જેમાં ૦૫ આરઓ અને ૦૫ એઆરઓ તેમજ ૩૮૫૯ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે જીલ્લા પંચાયતની ૨૪ બેઠકમાં ૨,૭૯,૮૩૮ પુરુષ મતદારો, ૨,૫૮,૪૨૯ સ્ત્રી મતદારો અને અન્ય ૦૩ સહીત કુલ ૫,૩૮,૨૭૦ મતદારો મતદાન કરશે.

તો જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં ચુંટણી યોજાશે જેમાં મોરબી તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે ૨૨૮ મતદાન મથકોમાં ૧૨૬૦ નો પોલીંગ સ્ટાફ જયારે પુરુષ મતદારો ૯૬,૩૦૪ અને ૮૯,૧૯૫  સ્ત્રી મતદારો અને ૦૨ અન્ય સહીત ૧,૮૫,૫૦૧ મતદારો, માળિયા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૬૭ મતદાન મથકો પર ૪૦૬ નો પોલીંગ સ્ટાફ રહેશે તો ૨૬,૪૭૩ પુરુષ મતદારો, ૨૩,૪૭૩  સ્ત્રી મતદારો સહીત કુલ ૪૯,૯૫૯ મતદારો નોંધાયેલા છે હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે ૧૨૩ મતદાન મથક પર ૭૨૦ પોલીંગ સ્ટાફ રહેશે જયાં પુરુષ મતદારો ૫૪,૩૭૮ અને  સ્ત્રી મતદારો ૪૮,૬૪૩ તેમજ અન્ય ૦૧ મળીને ૧,૦૩,૦૨૨ મતદારો નોંધાયેલા છે જયારે ટંકારા તાલુકા પંચાયતની ૧૬ બેઠક પર ૬૨૩ પોલીંગ સ્ટાફ રહેશે જયાં ૩૪,૬૭૦ અને સ્ત્રી મતદારો ૩૩,૩૮૭ સહીત ૬૮,૦૫૭ મતદારો જયારે વાંકાનેર તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પર ૮૫૦ પોલીંગ સ્ટાફ છે તો પુરુષ મતદારો ૬૮,૦૦૦ અને  સ્ત્રી મતદારો ૬૩,૭૩૧ સહીત ૧,૩૧,૭૩૧ મતદારો નોંધાયેલા છે.

જયારે મોરબી નગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે ૧૪૩ મતદાન મથકો પર ૭૬૮ પોલીંગ સ્ટાફ રહેશે જેમાં ૭૭,૫૧૨ પુરુષ અને ૭૧,૫૨૫  સ્ત્રી મતદારો ૦૧ અન્ય મળીને ૧,૪૯,૦૩૮ મતદારો નોંધાયેલા છે તો માળિયા પાલિકાના ૦૬ વોર્ડના ૨૪ બેઠકો માટે ૧૩ મતદાન મથકો પર ૮૦ પોલીંગ સ્ટાફ રહેશે તો ૫૩૫૦ પુરુષ અને ૪૮૬૧  સ્ત્રી મતદારો મળીને ૧૦,૨૧૧ મતદારો નોંધાયા છે જયારે વાંકાનેર પાલિકાના ૦૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૧૯૦ નો પોલીંગ સ્ટાફ તૈનાત રહેશે જેમાં પુરુષ મતદારો ૯૮,૨૬૫ અને  સ્ત્રી મતદારો ૧૪,૨૮૫ સહીત કુલ ૨૯,૬૮૮ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૬૭૨ મતદાન મથકો પર ૭૭૨ ઈવીએમ મશીન વપરાશે તો પાંચ તાલુકા પંચાયતની ૧૦૨ બેઠક માટે ૬૭૨ મતદાન મથકો પર ૭૭૨ ઈવીએમ વપરાશે તો મોરબી, માળિયા અને વાંકાનેર નગરપાલિકાની ૧૦૪ બેઠકો માટે ૧૮૯ મતદાન મથકો પર ૪૩૪ ઈવીએમ મશીન વપરાશે.

(1:10 pm IST)