Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ભાવનગર-અમદાવાદ-ગાંધીધામમાં સ્ટેટ જીએસટી ટીમોના દરોડાઃ ૪૫૧ કરોડનું બોગસ બિલીંગ ઝડપાયું

રાજકોટ, તા. ૫ :. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રૂ, ૪૫૧ કરોડનું બોગસ બિલીંગ ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગરી ૧૧ પેઢીઓ તથા અમદાવાદ અને કચ્છ-ગાંધીધામમાં એકમો ધરાવતી ઈલેકટ્રોથર્મ (ઈન્ડીયા) લી.ના કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમા ૮૧ કરોડની કરચોરી ખુલી હતી.

વધુ વિગતો મુજબ તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ખોટી વેરાશાખ અન્વયે કરચોરીની શકયતાના પગલે ભાવનગર અને ગાંધીધામ ખાતેના ૧૯ કેસોમાં ૪૦ સ્થળોએ તપાસો કરેલ. આ તપાસો દરમ્યાન માલુમ પડેલ કે આ ૧૯ પેઢીઓમાંથી ૧૧ પેઢીઓ ભાવનગર સ્થિત, જેઓ દ્વારા માલની લેવડ-દેવડ કર્યા વગર ફકત બિલો ઈસ્યુ કરી સરકારી તિજોરીને વેરાકીય નુકશાન પહોંચાડેલ છે. જેથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આ પ્રકારના બોગસ બિલીંગની તપાસ કરી તેઓના નંબર ધડમૂળથી રદ કરવા તાત્કાલીક વિભાગે કાર્યવાહી હાથ ધરેલ છે.

(3:48 pm IST)