Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જામનગરના ભાજપના આશિષ કંટારીયા તથા ઉષાબેન કંટારીયા પક્ષમાંથી રાજીનામું

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર::::જામનગરના ભાજપના આશિષ કંટારીયા તથા ઉષાબેન કંટારીયા પક્ષમાંથી રાજીનામું  આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

ભાજપ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી જાહેર થયા બાદ ગઈકાલે ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે આ નામો જાહેર થતાની સાથે જ ભાજપમાં ભારે કકળાટ ફેલાયો છે. અને જુદા જુદા આગેવાનો કાર્યકરો રાજીનામાં આપી રહ્યા છે.

(4:15 pm IST)