Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જામનગર-બાંદ્રા હમસફર ટ્રેન રીશેડ્યુલ કરાઈ:હવે ટ્રેન એક કલાક મોડી ચાલશે

રાજકોટ ડિવિઝનના બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

રાજકોટ ડિવિઝનના બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તમને જણાવી દયે કે કાલથી એટલે કે 5 ફેબ્રુઆરી 2023ના રોજ જામનગરથી ઉપડતી ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેનને રીશેડ્યુલ કરવામાં આવી છે.


મળતી માહિતી અનુસાર બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેક પર કામ ચાલી રહ્યું છે. જેના કારણે જામનગર-બાંદ્રા હમસફર ટ્રેન રીશેડ્યુલ કરવામાં આવી છે.કાલે જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેન ટ્રેન તેના સમય કરતા એક કલાક મોડી ચાલશે.

(12:01 am IST)