Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જામનગરમાં દેશના 150 વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોના વિશેષ કલેક્શનનું બે દિવસીય એક્ઝીબિશન યોજાયુ

નવા નેચર ક્લબ દ્વારા ઓલ ઈન્ડિયા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કોમ્પિટિશન અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી એક્ઝીબિશનને ખુલ્લુ મુકાયું

 જામનગરમાં પર્યાવરણની સંસ્થા દ્વારા દિવસીય વિશેષ કાર્યકમ યોજાયો. જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા ઓલ ઈન્ડીયા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કોમ્પિટિશન અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી એકઝીબિશન બે દિવસીય કાર્યકમ ખુલ્લો મુકવામાં આવ્યો. શનિવાર 4 ફેબ્રુઆરી અને રવિવાર 5 ફેબુઆરી બે દિવસ વન્યજીવ તથા પક્ષીઓના ફોટાગ્રાફનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું

આ કાર્યકમ ગુજરાતમાં એક માત્ર નવાનગર નેચર કલબ જામનગર દ્વારા દર ત્રણ વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ પાંચમી વખત સંસ્થા દ્વારા યોજાયેલ કાર્યકમમાં દેશભરમાંથી 150 વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરે 486 ફોટાઓની એન્ટ્રી રજુ કરી. જામનગરમાં શહેરની મધ્યમાં ટાઉન હોલ ખાતે શનિવાર તથા રવિવાર બે દિવસીય વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનું પ્રદર્શન ખુલ્લુમાં આવ્યુ. જે જામનગરની નવાનગર નેચર કલબ તથા વનવિભાગના સહયોગથી આયોજન કરવામાં આવ્યુ.

સાથે ઓલ ઈન્ડીયા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીની સ્પર્ધા યોજાઈ. જેમાં દેશભરમાંથી 150 જેટલા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોએ પોતાની 486 ફોટાની એન્ટ્રી રજુ કરી. તે પૈકી પસંદ પામેલી 100 એન્ટ્રીને બે દિવસ પ્રદર્શનમાં રજુ કરવામાં આવી છે. જેમાં વનજીવ તથા પક્ષી વિષય પર દેશભરમાંથી જેમાં પંજાબ, ચેન્નાઈ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરલા, રાજસ્થાન, પશ્ચિમબંગાળ સહીતના રાજયમાંથી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો જોડાયા.

પ્રદર્શનમાં 486 પૈકી 100 ફોટાને 12 બાય 18ની ફેમ મુકવામાં આવ્યા. ખાસ વિજેતા પામેલા 6 ફોટાઓ ખાસ 16 બાય 18ની મોટી ફેમમાં મુકવામાં આવ્યા. દેશના જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફની 6 લોકોની ટીમે નિર્ણાયકની ભુમિકા ભજવી. સ્પર્ધામાં ફોટાગ્રાફી ઓગષ્ટથી ડીસેમ્બર સુધી સ્વીકારવામાં આવી હતી. જેમાં બે કેટેગરી રાખવામાં આવી. વન્યજીવ તથા બીજી કેટેગરી પક્ષી. બંન્નેમાં પ્રથમ, દ્રિતીય અને તૃતિય એમ કુલ 6 ફોટાની પસંદગી કરવામાં આવી.

દેશભરના 150 વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોએ દેશભરના જુદા-જુદા વિસ્તારો, જંગલોમાં કલોકો કે દિવસો સુધી મહેનત કરીને ખાસ કેદ કરેલી તસ્વીરો એક જ જગ્યાએ આ પ્રદર્શનમાં જોવા મળે છે. વિવિધ વનજીવ, પ્રાણીઓ અલગ-અલગ જગ્યાએ ખાસ ફોટોગ્રાફ આ પ્રદર્શનમાં જોવા મળ્યા. જેમાં સંસ્થા તરફથી વિજેતાઓને 25 હજાર, 20 હજાર અને 15 હજાર રૂપિયાનુ પુરસ્કાર આપવામાં આવશે.

(12:07 am IST)