Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

ઉપલેટાના દેવરાજ ગઢવીને ઉપલેટા રત્ન એવોર્ડ એનાયત

સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક તથા ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાના હસ્તે સન્માનિત કરાયા

ઉપલેટા અહીંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવાની નવમી પુણ્યતિથિ નિમિત્તે તથા 26 જાન્યુઆરી ની ઉજવણી નગરપાલિકાના ટાઉનહોલ ખાતે એક કાર્યક્રમ નું આયોજન કરેલ હતું

જેમાં ઉપલેટાના લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીને પોરબંદર વિસ્તારના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુકના તથા ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ના  

 વરદ હસ્તે ઉપલેટા રત્ન એવોર્ડ આપી સન્માનિત કરેલા હતા

સાહિત્યકાર દેવરાજ ગઢવી એ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં અસંખ્ય કાર્યક્રમ આપેલ તથા વિદેશમાં પણ આઠ કાર્યક્રમ આપી લોકસાહિત્યને ગુંજતું રાખેલ છે

   
(12:16 am IST)