Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

ઉપલેટામાં તા 26મીએ રક્તદાન કેમ્પનું આયોજન

નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવાના પિતા ગોવિંદભાઈ પી સુવાની નવમી પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાશે

ઉપલેટા અહીંયા નગરપાલિકાના માજી પ્રમુખ તથા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવાના પિતા ગોવિંદભાઈ પી સુવાની નવમી પુણ્યતિથિએ તારીખ 26 ના રોજ સવારે 9:00 વાગે બાપુના બાવલા ચોકમાં આવેલ સર ભગતસિંહ કન્યાશાળા ખાતે રક્તદાન કેપનું આયોજન કરેલ છે તથા સાંજના ચાર વાગ્યે સરદાર પટેલ ટાઉન હોલ ખાતે મારુ ગામ મારી વાત તથા તથા જાન્યુઆરી 20 થી 23 સુધીના સામાજિક સંસ્થાઓનુ સન્માન તથા વિશેષ પ્રતિભા સન્માન નું આયોજન કરેલ છે

આ કાર્યક્રમમાં પોરબંદર વિસ્તારના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક તથા ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલીયા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ મહેન્દ્ર સિંહ સરવૈયા તથા જિલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયા તથા માજી સંસદ સભ્ય હરીભાઇ પટેલ તથા માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા સહિતના આગેવાનો હાજરી આપશે

   
(1:04 am IST)