Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

B.Sc. Sem 3ના રિઝલ્ટમાં મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજનો ડંકો : જિલ્લાના ટોપ 5માં તમામ 5 સ્થાન મેળવ્યું

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલા B.Sc. Sem 3ના રિઝલ્ટમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતાના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 5માં તમામ 5 સ્થાન મેળવી ડંકો વગાડ્યો છે.

મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાને નવયુગ મહિલા સાયન્સ કોલેજની વસિયાણી અંજલી ૯૨.૧૮%, બીજો નંબર મુછડિયા નિકિતા ૯૧.૬૪%, તૃતીય નંબર માથકીયા સુજાન ૯૦.૦૦%, તૃતીય નંબર વરાણીયા આરતી ૯૦.૦૦%, ચતુર્થ નંબર દેત્રોજા નેન્સી ૮૯.૨૭%, અને પાંચમા ક્રમે ગામી અપેક્ષા ૮૮.૦૦% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.
સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

(10:11 pm IST)