Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

માનવતાનું ઝરણું : પૂ. હરિચારણદાસજી મહારાજની કર્મનિષ્ઠા અને આજ્ઞાથી સેવકોએ હોંશભેર ઉપાડી લીધો માનવતાનો ભેખ :ગોંડલની શ્રી રામ હોસ્પિટલમાં વિનામૂલ્યે ડે કૅર યુનિટ શરૂ કરાયું.

પૂ. હરિચારણદાસજી મહારાજ ની આજ્ઞા થી ગરીબ જરુરીયાત મંદો ને વિનામૂલ્યે સારવાર, દવા, રહેવા તથા ભોજન ની પણ વ્યવસ્થા કરાઈ.

( જયેશ ભોજાણી દ્વારા )ગોંડલ : માનવ સેવા એજ પ્રભુ સેવા ના શુભ આશય થી ગોંડલ માં શરુ કરાયેલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ માં પૂ. હરિચારણદાસજી મહારાજ ની આજ્ઞા થી અનોખો સેવા યજ્ઞ શરુ કરવા માં આવ્યો છે એક તરફ કોરોના ના હાહાકાર છે અને લોકો જીવ બચાવવા આમતેમ ભટકી રહ્યા છે હોસ્પિટલો માં બેડ મળતા નથી ત્યારે સામાન્ય લોકો માટે ખુબ જ મોટી મુસીબત છે તેવા માં ગોંડલ ની શ્રી રામ હોસ્પિટલ ખાતે હાલ ની પરિસ્થિતિ ને પોહચી વળવા કોરોના થી સનક્રમીત થયેલ દર્દી ઓ ને કે જેને ઓક્સિજન ની હાલ જરૂર ન હોઈ તેવા દર્દી ઓની સારવાર માટે વિનામૂલ્યે ડે કેર યુનિટ શરૂ કરવા માં આવ્યું છે. જેમાં ગરીબ જરુરીયાત મંદ દર્દીઓ ને વિનામૂલ્યે સારવાર, દવા, રહેવા તથા  ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

શ્રી રામ હોસ્પિટલ ની બાજુમાં જ નવું આકાર લય રહેલ અદ્યતન હોસ્પિટલ ના બિલ્ડીંગ માં જે દર્દી ઓ ને દવા, બાટલા, ઈન્જેકશન જેવી તમામ સુવિધા વિના મૂલ્યે સારવાર શરૂ કરવા માટે હાલ 25 જેટલા બેડ કાર્યરત છે હાલ ની પરિસ્થિતિ જોતા પૂ. હરિચારણદાસજી મહારાજશ્રી એ આજ્ઞા કરતા સમગ્ર ટ્રસ્ટી ગણ, ડોક્ટર્સ ઓ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા માત્ર 2 દિવસ માં ડે કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે જેમાં દરરોજ હાલ 25 થી વધુ લોકો સારવાર મેળવી રાહત અનુભવી રહ્યા છે
પૂ. હરિચારણદાસજી મહારાજ ની આજ્ઞા થી હોસ્પિટલ માં હાલ કોવિડ સેન્ટર કાર્યરત છે પરંતુ લોકો ની હાલાકી અને ત્વરિત સારવાર ના મળતા દર્દીઓ ક્રિટિકલ પરિસ્થિતિ માં ના મુકાય છે ત્યારે પૂ.હરિચારણદાસજી મહારાજ ના આશીર્વાદ થી વિનામૂલ્યે ડે કેર યુનિટ શરૂ કરવા આવ્યું છે જેમાં દર્દી ને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી અને દર્દી વધુ ગંભીર સ્થિતિમાં ના મુકાઈ તે માટે  વિનામૂલ્યે સારવાર શરૂ કરવામાં આવી છે. સાથે સાથે હાલ ઓક્સિજન ની પણ અછત હોઈ આગામી સમય માં હોસ્પિટલ ખાતે દાતાશ્રીઓ ના સહયોગ થી ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાશે.

પૂ. મહારાજશ્રી ના આશીર્વાદ થી શ્રી રામ હોસ્પિટલ ના નવા બિલ્ડીંગ માં ડે કેર યુનિટ શરૂ કરાયું છે તે ખૂબ જ સારી વાત છે. ડે કેર માં કોરોના થી સનક્રમીત સામાન્ય લક્ષણો ધરાવતા દર્દી ને દાખલ થવા ની જરૂર નથી માત્ર જરૂરી દવા, ઇન્જેક્શન, બાટલા જેવી સારવાર  આપવા માં આવે છે દર્દીને તાત્કાલિક સારવાર મળતા ગંભીર પરિસ્થિતિ નો સામનો કરવા થી બચી શકે છે. હાલ 25 બેડ કાર્યરત છે અને જરૂર પડ્યે બીજા વધુ બેડ પણ ઉમેરાશે જેથી લોકો ને ક્રિટિકલ પરિસ્થિતિ નો સામનો કરવા થી બચી શકે .

(10:23 pm IST)