Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રિલાયન્સ દ્વારા ઓકિસજનનો ત્રીજો જથ્થો મોકલાયો

હાપા-રેલ્વે સ્ટેશન ઉપરથી પાંચ ઓકિસજન ટેન્કર દિલ્હી તરફ રવાના કરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪ :.. વિશ્વમાં કોરોનાની મહામારી એ ભરડો લીધો છે. તેવામાં રિલાયન્સ પરિવાર લોકોની વહારે યથાશકિત તમામ પ્રયત્નો કરી રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે રિલાયન્સ દ્વારા ઓકિસજન એકસપ્રેસ મોકલવાનું અવિરત ચાલુ છે.

જામનગરના હાપા રેલ્વે સ્ટેશન આજે ઓકિસજનનો ત્રીજો જથ્થો મોકલવામાં આવ્યું છે હાથાથી ગુડ એકસપ્રેસ ટ્રેન મારફતે દિલ્હી કેંટ તરફ પાંચ ઓકિસજન ટેન્કર રવાના કરાયા છે. ત્રીજા જથ્થામાં મોકલેલ પાંચ ઓકિસજન ટેન્કરમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરથી ૧૦૩.૬૪ લિકિવડ મેડીકલ ઓકિસજન મોકલવામાં આવ્યું છે.

ર૩૦ કિલો મીટર અંતર કાપી આ ઓકિસજન એકસપ્રેસમાંથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્પિટલના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાશે. કોરોનાની મહામારી વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મન મૂકીને ઓકિસજનનો જથ્થો લોકોની સેવામાં અવિરત પણે મોકલવામાં આવી રહ્યો છે. (તસ્વીરો :- કિંજલ કારસરીયા, જામનગર)

(12:50 pm IST)