Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મોરબી ડુપ્લીકેટ ઇન્જેક્શન કાંડમાં વધુ એક આરોપી કોરોના પોઝીટીવ, કુલ છની આજે ધરપકડ કરાઈ

અગાઉના બે સહીત કુલ ત્રણ આરોપી કોરોના પોઝીટીવ નીકળ્યા આજના છ સહીત કુલ આઠ આરોપીની પોલીસે ધરપકડ કરી.

મોરબી પોલીસે રાજ્ય વ્યાપી ડુપ્લીકેટ ઇન્જેક્શન કાંડના મૂળ સુધી પહોંચીને ૧૧ ઇસમોને દબોચી લીધા હોય જેમાં અગાઉ બે આરોપી કોરોના પોઝીટીવ હોય અને અન્ય બેની ધરપકડ કરવામાં આવી હતી તો બાકી રહેલા સાત પૈકી એક આરોપી કોરોના પોઝીટીવ આવતા અન્ય છની ધરપકડ કરાઈ છે
મોરબી પોલીસે ઝડપી લીધેલા વધુ સાત આરોપીના કોરોના રીપોર્ટ આજે આવી ગયા હોય જેમાં એક આરોપી કોરોના પોઝીટીવ હોવાથી નિયમ અનુસાર તેને આઈસોલેશન સેન્ટરમાં દાખલ કર્યો છે જયારે અન્ય છ આરોપીઓ પુનીત શાહ, પ્રકાશ મધુકર, કૌશલ વોરા, ધીરજ કુશવાહ, ધર્મેશ પટેલ અને હસન સુરતી એમ છ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી આમ અત્યાર સુધીમાં ડુપ્લીકેટ ઇન્જેક્શન કાંડમાં ઝડપાયેલા ૧૧ આરોપી પૈકી ૦૩ કોરોના સંક્રમિત હોવાનું ધ્યાને આવ્યું હતું જયારે અન્ય આઠની ધરપકડ કરવામાં આવી છે આજે ઝડપાયેલા છ આરોપીને કાલે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરાશે

(9:18 am IST)