Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

જસદણમાં કુંવરજીભાઇ બાવળીયા દ્વારા વધુ એક કોવિડ હોસ્પિટલનો પ્રારંભ

આટકોટ : જસદણ કમળાપુર રોડ ઉપર આવેલ મોડલ સ્કૂલમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરાવ્યો હતો. આ હોસ્પિટલમાં પ્રારંભિક ધોરણે ૩૬ બેડની ચાલુ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ૫૦ બેડ સુધી વધારો કરવામાં આવશે જેમાં ૨૫ ઓકિસજન વાળા અને ૨૫ સાદા બેડની વ્યવસ્થા કરવામાં આવશે. આ હોસ્પિટલમાં કુંવરજીભાઇ બાવળીયામાં પુત્ર ડો. મનિષ બાવળીયા, જસદણના ડો.રામાણી, ડો.કટેશીયા, ડો. વાવડીયા, બ્લોક હેલ્થ ઓફિસર ડો.ધવલ, ભાડલાના ડો. અંકીતાબેન ઝાંઝરૂકીયા તેમજ જસદણ તાલુકાનો આરોગ્ય સ્ટાફ સેવા આપશે. (તસ્વીરઃ અહેવાલ : વિજય વસાણી -આટકોટ)

(11:07 am IST)