Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ગોંડલમાં બે સ્થળેથી ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

ગોંડલ પોલીસના બે દરોડાઃ કોલેજ ચોક પાસેથી ૨૯૫ ગ્રામ સાથે સિકંદર અને નાનીબજારમાંથી ૭૭ ગ્રામ ગાંજા સાથે એક સગીર પકડાયાઃ જેબા તૈલીની શોધખોળ

રાજકોટ, તા. ૫ :. ગોંડલ સીટી પોલીસે બે અલગ અલગ સ્થળે દરોડા પાડી કોલેજ ચોક પાસેથી ૨૯૫ ગ્રામ ગાંજા સાથે એક અને નાનીબજાર પાસેથી ૭૭ ગ્રામ ગાંજા સાથે એક સગીરને ઝડપી લીધો હતા.

મળતી વિગત મુજબ ગોંડલના કોલેજ ચોક પાસે એક શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.પી. કનારા તથા પીએસઆઈ ભદ્રરાજસિંહ ઝાલા સહિતે કોલેજ ચોક જીમખાના સામે આવેલી એક કેબીનમાંથી રૂ. ૨૯૫૦ની કિંમતના ૨૯૫ ગ્રામ ગાંજા સાથે સિકંદર સલીમભાઈ શેખા (ઉ.વ. ૩૨) (રહે. ગોંડલ વોરાશેરી રોમા ટોકીઝ પાસે)ને પકડી લઈ ગાંજાનો જથ્થો તથા ગાંજાના વેપારના રૂ. ૨૨૫૧૦ રોકડ અને મોબાઈલ ફોન મળી રૂ. ૨૫૯૬૦ની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં નાની બજાર કલમાના નાકા પાસેથી ગાંજાનું વેચાણ કરતા એક સગીરને રૂ. ૭૭૦ની કિંમતના ૭૭ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી લઈ ગાંજાનો જથ્થો તથા બે મોબાઈલ ફોન મળી રૂ. ૩૨૭૦ની મત્તા કબ્જે કરી હતી. તેની પૂછપરછમાં તેની બહેન જેબા સોયબભાઈ તૈલી (રહે. ગોંડલ નાનીબજાર કલમાના નાકા પાસે)નું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે

(11:51 am IST)