Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મુસ્લિમોનો પવિત્ર માસ અંતિમ ચરણમાં પરમ દી' રમઝાનનો અંતિમ શુક્રવાર ૨૭મીએ હરણી રોજો

ધોરાજીમાં ઇફ્તાર સમયે દેશ માથી કોરોના નાબૂદી માટે થઈ રહી છે દુઆ

ધોરાજી, તા. પ :  મુસ્લિમોનો પવિત્ર માસ રમજાન મુબારક ખુબજ ધાર્મિક રીતે ઉજવાઈ રહ્યો છે ધોરાજી ખાતે દર વર્ષ કરતા આ વર્ષ રમજાનની ખરીદીમાં સામાન્ય રીતે નીરસતા જોવા મળી રહી છે કોરોના ના કારણે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે સૌરાષ્ટ્ર માં ધોરાજી એક એવું શહેર છે કે જયાંથી રોજગાર માટે ભારત ભર માં સ્થાયી થયેલા લોકો ખાસ રમજાન ની પરિવાર સાથે ઉજવણી કરવા ધોરાજી આવતા હોઈ છે અને ધોરાજી શહેર ખાણી પીણી માટેનું હબ ગણાય છે ધોરાજી માં સાંજ ના સમયે ફ્રૂટ ફરસાણ બ્રેડ મીઠાઈ સહિત વેજજ નોનવેજની ટેસ્ટ ફૂલ ખાણી પીણીની આઇટમોનું વેચાણ થતું હોય છે પરંતુ આં વર્ષ બજાર માં ખરીદી માં નીરસતા જોવા મળી રહી છે અને કોરોના નું ગ્રહણ ખરીદી પર લાગ્યું છે

ધોરાજી માં કોરોના ના દર્દીઓની મદદ કરવા પણ મુસ્લિમ ઓલમા દ્વારા અપીલ કરવામાં આવી છે હાલ ની કપરી પરિસ્થિતિમાં જકાત ખેરાત દ્વારા પણ ગરીબોની મદદ કરવા માટે ઓલ્માં એ દિનની અપીલ છે મુસ્લિમોનું રમજાન માસ અંતિમ ચરણોમાં છે મુસ્લિમો ઈબાદતમાં લીન બન્યા છે.

અને હવે પછી રમજાન નો અંતિમ શુક્રવાર  હશે જેને  વિદા કહેવામાં આવે છે અને તે પછી ર૭ મીનો  હરણી રોજો થશે હરણી રોજા ના ખુબજ અનેરા મહત્વ છે રમજાન ના અંતિમ દિવસોમાં આં રોજો આવે છે અને વડવાઓ ની કલમે લખાયેલ છે કે આં રોઝુું જાનવર પણ રાખતા હોઈ છે હરણી સહિત ના જનાવરો આં રોજા ના દિવસે પોતાના બચા ને પણ રોજો રાખવા કહે છે ધોરાજી ખાતે કોમી એકતા અને ભાઈચારાના માહોલ વચ્ચે રમજાન ની ઉજવણી થઇ રહી છે આં પવિત્ર તહેવાર નિયમિત  સૌરાષ્ટ્ર મુસ્લિમ મતવાં માલધારી સમાજના આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી મેમણ મોટી જમાત ના પ્રમુખ હાજી અફરોજ ભાઈ લકડકફૂટા ધોરાજી નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ મકબુલ ભાઈ ગરાણા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીન ભાઈ નાલબંધ   બાસિતભાઈ પાનવાળા અનવર શાહ બાપૂ રફાઈ (બિલ્ડર)  ધોરાજી પાલિકાના ઉપપ્રમુખ ઈમ્તિયાઝભાઈ  પોઠીયાવાળા લઘુમતી ભાજપ ના આગેવાન હમીદ ગોડીલ બોદું ભાઈ ચૌહાણ  શાહનવાઝભાઇ પોઠીયાવાલા સલીમ શેખ યાસીન કુરેશી શરીફ લુલાનિયા કિંગ સહિતનાઓ કાર્યરત રહ્યા છે.

(11:57 am IST)