Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ગોંડલમાં દર્દીઓને મિથેલીન બ્લુ દવાનું વિતરણ

ગોંડલઃ બોલબાલા ટ્રસ્ટ દ્વારા ઓકસીજન બાટલાનું વિતરણ થઇ રહ્યું છે તેની સાથે દર્દીઓને મિથેલીન બ્લુ દવા પણ ફ્રી આપવામાં આવે છે. લગભગ અંદાજે રપ૦૦ થી ૩૦૦૦ હજાર બોટલોનું વિતરણ કરવામાં આવ્યું છે. દરેકને ૧૦૦ ML ની બોટલ આપવામાં આવે છે. જે અત્યારના કોરોનાની ચેનઇ તોડવા માટે મિથેલીન બહુજ સારી સાબીત થયેલ છે. માટે લોકો મેં અપીલ કરવામાં આવે છે કે વધુમાં વધુ લોકો આનું સેવન કરે તો આપણે આ કોરોનાને હરાવી શકશું અને સૌ સુરક્ષીત રહી શકશું માટે બોલબાલા ટ્રસ્ટના વિજયભાઇ ભટ્ટ આપ સૌને અપીલ કરે છે. આ મિથેલીન બ્લુ નામની દવાનો સૌ ઉપયોગકરે આ ભગીરથ કાર્યના વિજયભાઇ ભટ્ટની સાથે સિધ્ધી વિનાયક ગણેશ ગ્રુપના યુવાનો પણ દિવસ રાત મહેનત કરી આપણી ઉપર જે કોરોનાનું સંકટ આવેલ છે તેને નાથવાના અગાઉ પ્રયત્નો સૌ સાથે મળીને કરે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.

(11:58 am IST)