Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મોરબીમાં નકલી રેમડેસીવીર ઇન્જેકશન મામલે ૧૦ આરોપી ૯ દિવસના રિમાન્ડ પર

મોરબી,તા. ૫: મોરબી પોલીસે રાજય વ્યાપી ડુપ્લીકેટ ઇન્જેકશન કાંડના મૂળ સુધી પહોંચીને ૧૧ ઇસમોને દબોચી લીધા હોય જેમાં અગાઉ બે આરોપી કોરોના પોઝીટીવ હોય અને અન્ય બેની ધરપકડ કરવામાં આવી હતી તો બાકી રહેલા સાત પૈકી એક આરોપી કોરોના પોઝીટીવ આવતા અન્ય છની ધરપકડ કરવામાં આવી છે તો ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેની અટક કરવામાં આવી છે અને મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

મોરબી પોલીસે ઝડપી લીધેલા વધુ સાત આરોપીના કોરોના રીપોર્ટ આવી ગયા હોય જેમાં એક આરોપી કોરોના પોઝીટીવ હોવાથી નિયમ અનુસાર તેને આઈસોલેશન સેન્ટરમાં દાખલ કર્યો છે જયારે અન્ય છ આરોપીઓ પુનીત શાહ, પ્રકાશ મધુકર, કૌશલ વોરા, ધીરજ કુશવાહ, ધર્મેશ પટેલ અને હસન સુરતી એમ છ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી આમ અત્યાર સુધીમાં ડુપ્લીકેટ ઇન્જેકશન કાંડમાં ઝડપાયેલા ૧૧ આરોપી પૈકી ૦૩ કોરોના સંક્રમિત હોવાનું ધ્યાને આવ્યું હતું જયારે અન્ય આઠની ધરપકડ કરવામાં આવી છે તો ફહીમ ઉર્ફે ફઈમ હારુનભાઈ મેમણ રહે-વેજલપુર અમદાવાદ અને નફીસ કાસમભાઈ મન્સૂરી રહે-જુહાપુરા અમદાવાદ વાળાને ઝડપી પાડી તમામ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે તા.૧૩ સુધી એમ ૯ દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા છે.

મોરબી પોલીસની તપાસમાં પકડાયેલ આરોપી ફઈમેં અમદાવાદના નફીસ પાસેથી ડુપ્લીકેટ ઇન્જેકશન લીધા હોય જે ફઈમેં અમદાવાદના નફીસને રૂપિયા ચૂકવેલ તે ડુપ્લીકેટ રેમડીસીવર ઇન્જેકશનના વેચાણના વધુ રૂપિયા ૨૦,૯૦,૫૦૦ તથા ડુપ્લીકેટ રેમડીસીવર ઇન્જેકશન નંગ-૧૩૧ કીમત રૂ.૬,૨૮,૮૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨૭,૧૯,૩૦૦ નો મુદામાલ પોલીસે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો મોરબી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે જેમાં વાપીના છીરી કંચનનગર દુર્ગા એપાર્ટમેન્ટમાં રહેતા નાગુજી ઉર્ફે નાગેશ નામદેવભાઈ મોરેની અટક કરવામાં આવી છે. મોરબી પોલીસે રાજય વ્યાપી ડુપ્લીકેટ ઇન્જેકશન કાંડના મૂળ સુધી પહોંચીને ૧૧ ઇસમોને દબોચી લીધા હોય જેમાં અગાઉ બે આરોપી કોરોના પોઝીટીવ હોય અને અન્ય બેની ધરપકડ કરવામાં આવી હતી તો બાકી રહેલા સાત પૈકી એક આરોપી કોરોના પોઝીટીવ આવતા અન્ય છની ધરપકડ કરાઈ છે. ગઈકાલે ધરપકડ કરાયેલ બે આરોપીઓ રવિરાજ ઉર્ફે રાજ મનોજ હિરાણી રહે મોરબી નવલખી રોડ અને રમીઝ સૈયદહુશેન કાદરીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા.

(12:52 pm IST)