Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

પોરબંદર જીલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઇની જહેમતથી કોરોનાના દર્દીનો જીવ બચી ગયો

કોવીડ હોસ્પીટલમાં સારવારમાં બેદરકારી સામે કોંગ્રેસ દ્વારા ધરણા કરેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૫: પોરબંદર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાની જહેમતથી સરકારી કોવીડ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ રાણા બોરડીના યુવાનને તાત્કાલીક પુરતો ઓકસીજન આપવાની વ્યવસ્થા થતા યુવાનનો જીવ બચી ગયો હતો. કોવીડ હોસ્પીટલની સારવારમાં બેદરકારી સામે કોંગ્રેસ અગ્રણી નાથાભાઇ ઓડેદરાની આગેવાનીમાં હોસ્પીટલ સામે ધરણા કર્યા હતા ત્યાર બાદ હોસ્પીટલ તંત્ર સજાગ બન્યુ હતું.

પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ શ્રી નાથાભાઇ ભુરાભમઇ ઓડેદરાને નર્સીગ સરકારી કોવીડ હોસ્પીટલમાંથી  જાણ થઇ કે રાણાબોરડી ગામનો એક ૩પ વરસનો યુવાનનો જીવ જોખમમાં છે. કોરોનાને કારણે ઓકસીજન લેવલ ખુબ ઓછુ હતું. છતા પણ સરકારી તંત્રના લોકો હોસ્પીટલમાં તેમને સારવાર આપતા ન હતા ત્યારે નાથાભાઇ ઓડેદરા અને તેમના સાથી સેવાકીય મિત્રો દ્વારા હોસ્પીટલ ખાતે ધરણા અને ઉચ્ચ રજુઆત કરી. છેવટે પોલીસ આવી અને પીઆઇએ હોસ્પીટલના તંત્ર અને નાથાભાઇ ઓડેદરા સાથે વાતચીત કરી અને તેમણે મધ્યસ્થી કરી અને નાથાભાઇ ઓડેદરાની અને દર્દીના પરીવારની માંગણી સ્વીકારી દર્દીને ઓકસીજન આપી દાખલ કરવામાં આવ્યા અને યુવાનનો જીવ બચી ગયો હતો.

(12:54 pm IST)