Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબીના ઉમા ટાઉનશીપમાં વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપધાત

ત્રીજા માળે ગેલેરીમાંથી દોરડા વડે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર

મોરબીના ઉમા ટાઉનશીપમાં શિવપ્રેમ હાઈટ્સમાં રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
  મળતી માહિતી મુજબ મોરબીના ઉમા ટાઉનશીપમાં આવેલ શિવપ્રેમ હાઈટ્સમાં રહેતા ભીખુભાઈ પંચાણભાઈ ખાંટ (ઉ.૬૩)ને છેલ્લા પાંચેક વર્ષથી ડાયાબીટીસની બીમારી હોય જે બીમારીથી કંટાળી જઈ પોતે રહેણાંક ફ્લેટમાં ત્રીજા માળે ગેલેરીમાંથી દોરડા વડે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(9:17 pm IST)