Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ઉપલેટા : આંગડીયા પેઢીના ઉચાપાત કેસમાં આરોપીના આગોતરા જામીન રદ

ઉપલેટા,તા.૫ : ઉપલેટા નગરપાલિકાના સેવાભાવી પ્રમુખ   મયુરભાઈ સુહાના આંગડિયા પેઢી એમકે આંગડિયા તથા અન્ય આંગડિયા ઓમાં કામ કરતા પ્રતિપાલસિંહ નામના કર્મચારીઍ ઉચાપત કર્યાની બાતમીના આધારે સૌ-થમ ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને સદર ફરિયાદમાં ઉપલેટાના પી.આઈ શ્રી જાડેજા તપાસ કરી રહ્ના હતા જે. કેશમાં આરોપીઓના આગોતરા જામીન રદ થયેલ છે.

તેમની તપાસ દરમિયાન એ હકીકત ખુલવા પામી હતી કે માત્ર રૂ. ૫૫૦૦૦૦ જેવી રકમ નહીં પરંતુ   મયુરભાઈ સુવાની ડુપ્લીકેટ સહી કરી અને ડુપ્લીકેટ એજન્સી પણ મેળવી હતી અને આંગડિયાની આ ડુપ્લીકેટ એજન્સી મારફતે લગભગ બે કરોડ ૪૫ લાખ જેવી રકમની ઉચાપત કરવામાં આવેલી હતી આ ઉચાપત કરેલી રકમ ભાવનગર મુકામે તેજપાલ સિંહ તથા હરેશ નામના વ્યકિતઓને ટ્રાન્સફર કરવામાં આવેલી હતી. આથી પોલીસ તરફથી બીજો ગુનો પણ નોંધવામાં આવેલ અને આ ગુનાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચના શ્રી અજય સિંહ ગોહિલ ને સોંપવામાં આવેલ.

 અજયસિંહ ગોહિલને તપાસ સોંપાતા તેમણે તુરત જ સાયન્ટિફિક ઍપ્રોચ થી તપાસ કરી.અને આરોપીનો કબ્જો મેળવી તેમના વોટ્સએપના સ્ક્રીનશોટ તથા cóll historyના આધારે શકમંદોની ધરપકડ કરવાની ગતિવિધિ શરૂ કરેલી અને ભાવનગર પણ ગયેલા આવા સંજોગોમાં આરોપી તરફથી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ રાહુલ શર્મા સમક્ષ આગોતરા જામીન અરજી મળવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી.

 જ્યારે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન તે પોલીસનો મૂળભૂત અધિકાર છે તેના વગર ગુનાના મૂળ સુધી પહોંચી શકાય નહીં કોઈ ગુનેગાર સામે ચાલીને ગુનાની કબૂલાત આપે નહીં આવા સંજોગોમાં આગોતરા જામીન આપવામાં આવે તો કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન માં તકલીફ પડે અને ગુનાના મૂળ સુધી પહોંચી શકાય નહીં. અને સરકારી વકીલ ઍ પી ચિદમ્બરમ વિરુદ્ધ સ્ટેટના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાનમાં રાખવા વિનંતી કરેલી હતી અને દલીલ કરી હતી કે હાલના કિસ્સામાં આગોતરા જામીન મંજુર કરવા ન જોઈએ. આવા કિસ્સામાં આગોતરા જામીન મંજુર કરવામાં આવે તો આરોપીઓને પ્રોત્સાહન મળે અને સમાજ પર વિપરીત અસર પડે.

આ તબક્કે પોલીસ ઇન્સ્પેકટર શ્રી અજય સિંહ ગોહિલ ની તપાસ આરોપી પક્ષની રજૂઆત અને સરકારી વકીલની રજૂઆતને ધ્યાને લઇ ધોરાજીના મહેરબાન ઍડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ રાહુલ શર્મા તમામ આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરી હતી.

(11:54 am IST)