Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સાયલામાં ભાજપ દ્વારા રકતદાન કેમ્પ

વઢવાણ : ધાધલપુરના (પીએચસી) કેન્દ્રમાં ભાજપ યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં સાયલા લીંબડી ચુડાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જગદીશભાઇ જિલ્લા ભાજપ પ્રમુખ ભાવેશ મકવાણા, જિલ્લા ભાજપ મંત્રી સુરીગભાઇ ધાધલ, ભાજપ સાયલા પ્રમુખ યુવા મોરચા રણછોડભાઇ, ધાંધલપુર સરપંચ હાર્દિકભાઇ ટમાલીયા, સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા મંત્રી હંસાબેન ડાયાભાઇ, સાયલા તાલુકા પંચાયત પ્રમુખ જીજ્ઞેશભાઇ સભાણી, સાયલા તાલુકા પંચાયત સદસ્ય ચેરમેન કિશોરભાઇ દવે, સુરેન્દ્રનગર જિલ્લા કારોબારી સભ્ય તેમજ ધાંધલાપુર પંચાયતના સભ્ય તેમજ ધાંધલપુર ગામના આગેવાનો વડીલો સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૬૦ લોકોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ.(તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ,વઢવાણ)

(11:55 am IST)