Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબી પોલીસે ડુપ્લીકેટ રેમડીસીવર ઇન્જેક્શન કાંડમાં વધુ ત્રણ આરોપીને દબોચી લીધા: મોડી સાંજે કોર્ટમાં રજુ કરાશે

મોરબી : ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબી પોલીસે મોરબી ઉપરાંત અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીથી અગાઉ અનેક આરોપીને ઝડપી લીધા હતા તો ધરપકડનો સિલસિલો હજુ પણ યથાવત છે જેમાં ત્રણ ઇસમોને ઝડપી લેવાયા છે જેને આજે શનિવારે મોડી સાંજે કોર્ટમાં રજુ કરાશે

 

રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનનું કૌભાંડ મોરબી જિલ્લા એલસીબીની ટીમે પકડાયું હતું જેની તપાસ દરમ્યાન આ કૌભાંડ આંતર રાજ્ય કૌભાંડ હોવાની માહિતી સામે આવી હતી અને બીજા રાજયમાથી આરોપીઓને પકડવામાં આવ્યા હતા રાજ્યના અનેક શહેરો તેમજ એમપી સુધી તપાસ લંબાવીને નકલી ઇન્જેક્શન કાંડમાં અનેક આરોપીને ઝડપી લઈને કોભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ સતત મથામણ કરી રહી હોય જેમાં વધુ ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે
જેમાં આરોપી જય પ્રહલાદભાઈ શાહ (26) રહે, ભાવસાર શેરી અમદાવાદ, મહમદસુભાન મહમદસયદ પટણી રહે, અબ્બાસી ડૂપ્લેક્સ, સાહિલ રેસિ. નજીક, અંબર ટાવર, સરખેજ રોડ, અમદાવાદ અને અભિજીત ઉર્ફે ચીકુ રાજેન્દ્ર્પ્રસાદ શર્મા (26) રહે, આલમબાગ કોલોની મિડટી રોડ દેવાસ એમપી એમ ત્રણ આરોપીની ધરપકડ કરી છે જે ત્રણેય ઇસમોને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવશે તો અત્યાર સુધીમાં ડુપ્લીકેટ ઇન્જેક્શન કોભાંડમાં પોલીસે ૨૯ ઇસમોને ઝડપી લીધા છે અને હજુ પણ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે

(7:38 pm IST)