Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

બરવાળા-૧ ા, ભાવનગર-૧, ચોટીલા, સાયલા-૦ાાા, કોડીનાર, વલ્લભીપુર, લાલપુર, ભાણવડ, ધ્રાંગધ્રા, થાન-૦ાા ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં વાદળછાયુ હવામાન : ભાવનગરના ભાલપંથકમાં અઢી ઇંચ : સવારથી હાલાર - સોરઠ ઉપર ભારે ડોળઃ પોરબંદરમાં સવારે ઝાપટું : કુતિયાણા-૧ા, રાણાવાવ ૦ાાા, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ : ઉના - ગીરગઢડા પંથકમાં ચોથા દિ'એ મેઘમહેર યથાવત : સવારે ખંભાળીયા - માળીયા - તાલાળામાં ઝાપટા

સમયસર સોનેરી વરાપ...: સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અવરિત મેઘસવારી બાદ સમયસર સોનેરી વરાપ નીકળતા ધરતીપુત્રોના ચહેરાઓ ખીલી ગયા છે. ત્‍યારે રાજકોટ રોડ પર મગફળીના ખેતરમાં ખેડૂતો નિંદામણ કરતા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)
આટકોટ - ગુંદાળામાં વાવણી : આટકોટ : ગુંદાળાના ખેડુતો વાવણીના કાર્યમાં જોડાયા હતા વરસાદ સારો થતાં આ વિસ્‍તારમાં વાવણી લાયક વરસાદ પડયો હતો નહિ કાલે સારો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી ખેડુતો કપાસ મગફળી વાવેતર કરવા માટે ખેતરમાં પહોંચી વાવણી કાર્ય જોડાયા હતા. (તસ્‍વીર : કરશન બામટા)
રાજકોટ તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં આજે સવારથી પણ વાદળછાયુ હવામાન યથાવત રહ્યું છે ત્‍યારે ખંભાળીયા - જુનાગઢ વિસ્‍તારમાં સવારથી મેઘાનો ભારે ડોળ છે. જો કે ઉના - ગીરગઢડા વિસ્‍તારમાં ચોથા દિ'એ પણ મેઘસવારી આજે યથાવત રહી છે.
આજે સવારે ૬ થી ૮માં માળીયાહાટીનામાં ૭, ઉના-૩, તાલાળા-૮ અને ખંભાળીયામાં હળવો વરસાદ વરસી ગયો છે. જ્‍યારે છેલ્લા ૨૪ કલાકમાં બરવાળા-૧ા, ભાવનગર-૧, ચોટીલા, સાયલા-૦ાાા, કોડીનાર, વલ્લભીપુર, ભાણવડ, લાલપુર, ધ્રાંગધ્રા - થાનમાં અડધો ઇંચ પાણી પડી ગયું હતું.
ઉનાથી મળતા અહેવાલ મુજબ ઉનામાં સતત ચોથા દિવસે ફરી વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. ગીરગઢડા તાલુકામાં વરસાદનું આગમન થતા બંને તાલુકામાં મેઘ મહેર યથાવત રહી છે.
ભાવનગરના અહેવાલ મુજબ ભાવનગર શહેરમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જયારે ભાવનગર નજીકના પાટણા સહિતના ભાલ પંથકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે.જયારે વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્‍યો છે. સિહોર, ગારીયાધાર અને ઘોઘામાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા.
ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્‍ચે છૂટોછવાયો વરસાદ પડયો છે. પાટણા ગામમાં અઢી કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્‍યો છે. ભાવનગર શહેરમાં બપોરે ધોધમાર વરસાદ પડયો હતો અને એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દરમિયાન ભાવનગરના
વલભીપુરમાં ૧૩ મી.મી.ભાવનગર શહેરમાં ૨૩ મી.મી. શિહોરમાં ૪ મિમી. ગારિયાધારમાં ૩મી.મી. અને ઘોઘામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાકનો ૮ વાગ્‍યા સુધીનો વરસાદ નીચે મુજબ છે.
 જૂનાગઢ જીલ્લો
કેશોદ    ૬    મીમી
જૂનાગઢ    ૧    ''
ભેંસાણ    ૨    ''
માણાવદર    ૬    ''
માળીયારા    ૫    ''
વંથલી    ૬    ''
વિસાવદર    ૯    ''
ગીર જીલ્લો
ઉના    ૮    ''
કોડીનાર    ૧૫    ''
ગીરગઢડા    ૫    ''
તાલાળા    ૬    ''
વેરાવળ    ૩    ''
સુત્રાપાડા    ૪    ''
હાલાર
જામજોધપુર    ૧૪    મી.મી.
જામનગર    ૨૫    ''
જોડીયા    ૨૭    ''
લાલપુર    ૧૦    ''
ઝાલાવાડ
ચોટીલા    ૧૯    મી.મી.
થાન    ૧૩    ''
પાટડી    ૧૧    ''
ધ્રાંગધ્રા    ૧૩    ''
લખતર    ૩    ''
વઢવાણ    ૩    ''
સાયલા    ૧૮    ''
ગોહિલવાડ
ગારીયાધાર    ૩    ''
ઘોઘા    ૨    ''
ભાવનગર    ૨૩    ''
વલ્લભીપુર    ૧૩    ''
શિહોર    ૪    ''
અમરેલી જીલ્લો
અમરેલી    ૩    મી.મી.
ખાંભા    ૩૪    ''
જાફરબાદ    ૨    ''
બગસરા    ૪    ''
બાબરા    ૫    ''
લાઠી    ૨૦    ''
લીલીયા    ૪    ''
વડીયા    ૨    ''
બોટાદ જીલ્લો
ગઢડા    ૧૦    મી.મી.
બરવાળા    ૨૯    ''
બોટાદ    ૨    ''
દ્વારકા જીલ્લો
દ્વારકા    ૬    મી.મી.
ભાણવડ    ૧૧    ''
જ્‍યારે મોરબી અને કચ્‍છ જીલ્લો કોરો રહ્યો છે.
પોરંબદર જીલ્લો
પોરબંદરમાં આજે વહેલી સવારે હળવું ઝાપટુ વરસી ગયુ હતું. આજે સવારે ૮:૩૦ વાગ્‍યે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં પોરબંદર વરસાદ ૮ મીમી. (મોસમનો કુલ ૮૫ મીમી.) રાણાવાવ ૨૦ મીમી (૧૨૫ મીમી) કુતિયાણા ૩૧ મીમી (૧૨૨ મીમી) જિલ્લા કંટ્રોલ મુજબ નોંધાયેલ છે. સવારથી ધૂપછાંવ વાતાવરણ રહ્યુ છે.
આ ઉપરાંત જામનગર જીલ્લામાં વસાઇ -૧૪, લાખાબાવળ-૨૦, ફલ્લા ૭, જામવણથલી-૫, ધુતારપુર-૫, દરેડ-૧૫, ભ.ભેરાની-૫, નવા ગામ-૧૦, શેઠવડાળા-૪, જામવાડી-૫, વાંસજાળીયા-૧૦, ધ્રાફા-૨૦,પીપરટોડા-૧૨, મોટાખડળા-૬, મોડપરમાં ૩ મીમી. વરસાદ ગઇ કાલે વરસ્‍યો હતો.

હવે મેઘમહેર
આગામી દિવસોમાં ગુજરાત પર લો પ્રેશર સિસ્‍ટમ છવાઇ જશે જે ખૂબ વરસાદ વરસાવશે
(મહંમદભાઇ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૪ : બંગાળની ખાડીથી ઉદ્‌ભવેલ લો પ્રેશર સિસ્‍ટમ ઓડિશા તટ પ્રદેશથી પヘમિ તરફ આગળ ધપી મધ્‍યભારતને પાર કરી ગુજરાતમાં છવાઇ જશે. જેથી આગામી ચાર થી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ક્રમશઃ વરસાદી મેઘ મહેર વધતી જવાની સંભાવના રહે છે.
સ્‍કાયમેટ વેધરના મહેશ પલાવતના કહેવાનુસાર આ વેળા મોન્‍સુન આગમન ચાર દિવસ વહેલુ થયું છે અને પુરા દેશમાં મોન્‍સુન કવર થઇ જવાની ગતિવિધિ પણ સમયથી વહેલી જોવા મળી રહી છે. જો કે આ વેળા મોન્‍સુન પ્રારંભ સમયમાં થીયરીમાં થોડો બદલાવ એ જોવા મળ્‍યો હતો કે સાર્વત્રિક વરસાદને બદલે શોર્ટ એરીયામાં અમુક જગ્‍યાઓમાં ભારે વરસાદ તો અમુક વિસ્‍તારોમાં નહિવત વરસાદ જોવા મળ્‍યો હતો. જો કે હવે આવનારી લો પ્રેશર સિસ્‍ટમથી સાર્વત્રિક ખૂબ મેઘ મહેર,શ્રીકાર વરસાદી માહોલ જોવા મળી શકે છે.

 

(12:00 pm IST)