Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મોરબીમાં સમાન વીજદરની માંગ સાથે ભારતીય કિસાન સંઘનું પ્રદર્શન : કલેકટરને આવેદન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૫: સમાન વીજદરની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું અને કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું.
ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લાના પ્રમુખ જીલેશભાઈ કાલરીયા અની ઉપપ્રમુખ ડો. બીપીનભાઈ ઘોડાસરાના માર્ગદર્શન હેઠળ સમાન વીજદરની માંગ સાથે પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું તેમજ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્‍યું છે કે ખેડૂતોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે જેમાં બંનેના વીજદરમાં તફાવત છે જેથી વીજ મીટર આધારિત ખેડૂતોને નુકશાની જાય છે જેથી મીટર આધારિત ખેડૂતોને નુકશાની જાય છે જેથી મીટર આધારિત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારિત ભાવથી વીજ પુરવઠો આપી સમાનતા લાવવા અને મીટર આધારિત વીજદર અને હોર્સ પાવર આધારિત વીજદરમાં સમાનતા લાવવા માંગ કરવામાં આવી છે.

 

(10:48 am IST)